પ્રિન્સ ફિલિપ : તસવીરોમાં ઍડિનબર્ગના ડ્યુકની કહાણી

ક્વીન ઍલિઝાબેથ દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે નિધન થયું હોવાનું બકિંઘમ પૅલેસે જણાવ્યું છે.

ડ્યુક ઑફ ઍડિનબર્ગનો જન્મ 10 જૂન, 1921માં કોર્ફુના ગ્રીક ટાપુમાં થયો હતો.
ઇમેજ કૅપ્શન, ઍડિનબર્ગના ડ્યુક રાજકુમાર ફિલિપનો જન્મ 10 જૂન, 1921માં ગ્રીસના કોર્ફુ દ્વીપમાં થયો હતો. ડેન્માર્ક, જર્મની, રશિયા અને બ્રિટનના શાહી પરિવાર સભ્યો તેમના સંબંધીઓ રહ્યા છે.
પ્રિન્સ ફિલિપ

ઇમેજ સ્રોત, GETTY IMAGES / ALAMY

ઇમેજ કૅપ્શન, પ્રિન્સ ફિલિપ પ્રિન્સ એન્ડ્રુ ઑફ ગ્રીસ અને પ્રિન્સેસ એલિસ ઑફ બેટનબર્ઘનું એકમાત્ર સંતાન હતા.
પ્રિન્સ ફિલિપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રિન્સે તેમનો શરૂઆતનો અભ્યાસ ફ્રાન્સની સૅન્ટ ક્લાઉડના મૅકજૅનટ અમેરિકન સ્કૂલમાંથી કર્યો હતો. અહીં તેઓ (ડાબેથી બીજા) પોતાના સ્કૂલના મિત્રો સાથે જોવા મળે છે
પ્રિન્સ ફિલિપે ઉત્તરી સ્કોટલેન્ટના ગૉર્ડનસ્ટરન બોર્ડિંગ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. અહીં રમતોમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું.

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન, પ્રિન્સ ફિલિપે ઉત્તરી સ્કોટલેન્ટના ગૉર્ડનસ્ટરન બોર્ડિંગ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. અહીં રમતોમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું.
પ્રિન્સ ફિલિપ

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પ્રિન્સ ફિલિપ યુદ્ધજહાજ એચએમએસ વેલિએન્ટ પર તહેનાત હતા
જુલાઈ 1947માં રાજકુમારી ઍલિઝાબેથ સાથે તેમની સગાઈની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન, જુલાઈ 1947માં રાજકુમારી ઍલિઝાબેથ સાથે તેમની સગાઈની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.
એ જ વર્ષે તેઓ 20 નવેમ્બરે લગ્ન કર્યાં

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન, એ જ વર્ષે તેઓએ 20 નવેમ્બરે લગ્ન કર્યાં
પોલો રમતા પ્રિન્સ

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન, ક્રાઉડી પાર્કમાં પોલો રમતા પ્રિન્સ ફિલિપ, તેમની બ્રિટનના મુખ્ય પોલો ખેલાડીઓમાં ગણના થતી હતી
પ્રિન્સ ફિલિપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 1951માં તુર્કીમાં એક ફોટોગ્રાફરે ઍડિનબર્ગના ડ્યુકની આ તસવીર લીધી હતી. આ તસવીર એચએમએસ મૅગપાઇના કમાન્ડર તરીકે તેમની અંતિમ નિયુક્તિ દરમિયાન ખેંચાઈ હતી
પ્રિન્સ ફિલિપ

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન, પ્રિન્સ ફિલિપને ક્રિકેટમાં પણ રસ હતો. અહીં તેમની ટીમનો મુકાબલો નોરફૉકના ડ્યુકની ટીમ સાથે થયો હતો