પાકિસ્તાનમાં મોટી પ્લેન દુર્ઘટના, પ્લેન સોસાયટી પર પડ્યું
પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાતાં કરાચી શહેરમાં એક પ્રવાસીવિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે.
આ વિમાન પાકિસ્તાનની રાષ્ટ્રીય ઍરલાઇન કંપની પીઆઈએનું હતું, જે કરાચી ઍરપૉર્ટ પર લૅન્ડ થવાનું હતું.
આ ઘટના બાદ દુર્ઘટનાસ્થળે કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો છે.
પાકિસ્તાનમાં કોરોના વાઇરસને લીધે લાગુ કરાયેલા લૉકડાઉનને ખોલાયા બાદ ફરીથી હવાઈસેવા શરૂ કરાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિમાનમાં 107 લોકો સવાર હતા. આ વિમાનમાં 99 લોકો સવાર હતા. જેમાંથી 91 મુસાફરો હતા જ્યારે બાકીના ચાલકદળના સભ્યો હતા.
પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સનું આ વિમાન ઍરબસ A-320 PK8303 બપોર 1 વાગ્યે લાહોરથી રવાના થયું હતું.
કરાચી ઍરપૉર્ટ પર લૅન્ડિંગ થવાના પહેલાં જ વિમાન મૉડલ કૉલોની નામના વિસ્તાર પર તૂટી પડ્યું. આ વિસ્તાર ઍરપૉર્ટને અડીને જ આવેલો છે.
આ દુર્ઘટના બાદ રૅકર્ડ કરાયેલા વીડિયોમાં ગલીમાં ઊભેલી ગાડીઓ સળગતી જોઈ શકાય છે.