#100women : નાસા 2020માં મંગળ પર પ્રથમ વખત એક હેલિકૉપ્ટર મોકલશે
નાસાના મિશન મંગળના પ્રોજેક્ટ લીડ મિમિ ઓંગ છે.
નાસા 2020માં મંગળ પર પ્રથમ વખત એક હેલિકૉપ્ટર મોકલશે જે 2 કિલોથી પણ ઓછા વજનનું હશે કારણ કે મંગળ પરની હવા બહુ પાતળી છે અને તે પૃથ્વીની સરખામણીએ 1 ટકાથી પણ ઓછી છે.
મિમિ જણાવે છે કે, તેમનાં ગણિતશાસ્ત્રી માતાએ તેમને દૃઢતાપૂર્વક આગળ વધવાની અને તર્કબદ્ધ રીતે દરેક પડકારનો સામનો કરવાની તેમને પ્રેરણા આપી છે.
મિમિ કે છે કે ભવિષ્યમાં જ્યારે મનુષ્ય મંગળ પર પહોંચશે તો તેમાં પુરુષો જેટલું જ યોગદાન મહિલાઓનું પણ હશે.
કેવું છે મિમિનું મિશન અને જીવન જાણવા માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો