BBC 100 WOMEN: યુવતીના એક પ્રશ્નથી ડાન્સની દુનિયામાં ક્રાંતિ આવી

વીડિયો કૅપ્શન, પ્રેશિયસે એક પ્રશ્ન પૂછ્યો અને શરૂ થઈ ગઈ કંગભેદ પર ચર્ચા

સામાન્ય રીતે બૅલે ડાન્સર્સ ગુલાબી અથવા સફેદ રંગના મોજાં પહેરતાં હોય છે, જેનું કારણ હોય છે કે તેમનો શરીરનો આકાર સ્પષ્ટ રીતે જોઈ શકાય.

પરંતુ પ્રેશિયસનો પ્રશ્ન હતો કે તેમની ત્વચાના રંગ સાથે એ ગુલાબી મોજાં મૅચ થવાને બદલે વિરોધાભાસી લાગાતાં હતાં.

તેમને એ વાતનો ખ્યાલ નહોતો કે તેમના એક માત્ર પ્રશ્નથી રંગભેદ પર ચર્ચાઓ શરૂ થઈ જશે.

આ રીતે ખુલીને બહાર આવવાથી તેમને અસર પણ થઈ તેમજ તેમને પ્રેરણા પણ મળી છે, કારણ કે ઘણાં લોકોને આ પ્રશ્નના સમાધાનની જરૂર હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો