અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ દરમિયાન તારાજ થયેલા મહેલનું પુનઃનિર્માણ

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાન પેલેસ

અફઘાનિસ્તાનમાં સ્વતંત્રતા શતાબ્દી ઉજવણીના ભાગરૂપે દેશના ગૌરવના પ્રતીક સમાન મહેલોમાંથી એકને નવું જીવન આપાઈ રહ્યું છે.

દેશને આઝાદી મળ્યા પછી કાબુલમાં દારુલ અમન પેલેસ બનાવાયો હતો, પરંતુ લોહિયાળ ગૃહ યુદ્ધ દરમિયાન તે બરબાદ થઈ ગયો હતો.

ગૃહયુદ્ધ સમયે ઉગ્રપંથીઓએ તેનો ઉપયોગ આશ્રયસ્થાન તરીકે કર્યો. આથી મહેલને ભારે તોપમારો સહન કરવો પડ્યો.

પતનથી લઈને પુનઃનિર્માણ સુધીની મહેલની યાત્રા ઉપર એક નજર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો