જ્યારે મહિલા સાંસદને બાળક સાથે સંસદગૃહમાં પ્રવેશ ન અપાયો
કેન્યામાં એક સાંસદને સંસદગૃહમાંથી એટલે બહાર કાઢી મુકાયાં કારણ કે તેઓ ત્યાં પાંચ મહિનાનું બાળક લઈને ગયા હતાં.
સાંસદ ઝુલેખા હસનનું કહેવું હતું કે બાળકની સંભાળ રાખે તેવું કોઈ ઘરે નહોતું તેથી તેમની પાસે બાળકને સાથે લઈ જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
આ ઘટના અંગે સાંસદ ઝુલેખા હસન કહે છે, "દુખદ છે કે નીતિ પસાર થઈ પણ તેનો અમલ કરાયો નથી. પણ આ તો હદ થઈ ગઈ. સાંસદને પણ બાળક હોવાથી આવો અપરાધભાવ અનુભવવો પડે તો પછી જે મહિલાઓ કાયદો બનાવતી આ સિસ્ટમનો ભાગ નથી એમની હાલ શું હશે?
"મેં બાળક સાથે સંસદમાં સવારના સત્રમાં જવાનું નક્કી કર્યું. ત્યાં નર્સરી ન હોવાથી મારે તેની સાથે ચેમ્બરમાં જવું પડ્યું કારણ કે હું તેને ક્યાં રાખું? બાળકની સંભાળ કોણ લે?"
આ વિશે બીબીસીએ હકીકત જાણવાનો પ્રયાસ કર્યો છે. જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો