કેન્યાના ગામડાંમાં ગર્ભવતી મહિલાઓને મદદ કરતું જીપીએસ
કેન્યાના ગામડાંમાં ગર્ભવતી મહિલાઓને મદદ કરવા માટે જીપીએસ સિસ્ટમની મદદ લેવામાં આવી રહી છે.
કેન્યાના મોયાલમાં પહેલાં તો મહિલાઓએ આ બાબત સ્વીકારી નહીં. ત્યારબાદ મહિલાઓ અને છોકરીઓ જે પરંપરાગત ઇમુ કડાં પહેરે છે તેમાં જીપીએસ દાખલ કરવામાં આવ્યું, જે તેમણે ખુશી ખુશી પહેર્યાં.
અંતરિયાળ ગામોમાં મહિલાઓ ગમે ત્યાં ફરતી હોય તેમની સારવાર કરવા માટે આ જીપીએસની મદદ લેવામાં આવે છે.
પરંપરાગત કડાંમાં જીપીએસ લગાવવાની યોજના હૉસ્પિટલ લૅપ ટેકનિશિયન દહાદુ આદી દ્વારા ફેબ્રુઆરી 2018માં શરૂ કરવામાં આવી છે, જેનાથી અત્યાર સુધીમાં 268 મહિલાઓને લાભ મળ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો