બાંગ્લાદેશમાં પાણીમાં તરતાં ખેતરો દ્વારા ખેડૂતો કરી રહ્યા છે કમાણી

વીડિયો કૅપ્શન, બાંગ્લાદેશના આ તરતાં ખેતર ખેડૂતો માટે વરદાન

આપણે ખેડૂત અને ખેતરની વાતો તો સાંભળી છે પરંતુ તમે ક્યારેય તરતાં ખેતરો વિશે સાંભળ્યું છે.

હાં, બાંગ્લાદેશમાં ઘણા ખેડૂતો આવાં પાણી પર તરતાં ખેતરો પર નભી રહ્યા છે.

બાંગ્લાદેશમાં સૌથી મોટી ડેલ્ટા નદીને કારણે અનેક વખત પૂર આવે છે.

જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળી છે. આ સમયે રોજી-રોટીના એક સાધન તરીકે આ તરતાં ખેતરો કામ આવે છે.

આ ખેતરો પાણી પર તરતાં રહે છે એટલે તેને પૂરની લાંબી અસર થતી નથી.

ઘણાં એવાં વર્ષો છે જેમાં બાંગ્લાદેશનો કુલ ત્રીજા ભાગનો વિસ્તાર પૂરની અસરમાં આવી જાય છે.

line

કઈ રીતે બને છે તરતાં ખેતરો?

તરતાં ખેતરો

બાંગ્લાદેશમાં રહેતા હરિપોદો નામના ખેડૂત કહે છે કે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદને કારણે તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

તેઓ કહે છે, "પૂરના પાણીને લીધે અમારે ઘણું વેઠવું પડ્યું હતું અને હવે તેમાંથી જીવતા શીખી લીધું છે."

આ ખેતરોને નદીમાં રહેલા પાણીના છોડમાંથી જ બનાવવામાં આવે છે.

આવા છોડને એકબીજા પર ઉપરા-છાપરીવાળીને તેને એક લાંબા ખેતરનો આકાર આપવામાં આવે છે.

પછી તેના પર શાકભાજી જેવા વિવિધ પાકો લેવામાં આવે છે.

જેના કારણે અહીંના ખેડૂતો હવે કેમિકલ કે જંતુનાશક દવા વિનાનાં શાકભાજી ઉગાડે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો