દિવ્યાંગ મહિલા કે જેણે ભીખ માંગવાનું છોડી રિક્ષા પકડી

વીડિયો કૅપ્શન, દિવ્યાંગ મહિલા કે જેણે ભીખ માંગવાનું છોડી રિક્ષા પકડી

રોઝિના બેગમ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કામ પર જઈ રહ્યાં છે.

ત્રણ વર્ષ પહેલાં તેઓ ભીખ માંગી પોતાનું અને બાળકોનું પેટ ભરતાં હતાં.

પરંતુ હવે એવું નથી. એક રિક્ષાએ તેમનું જીવન બદલી નાખ્યું.

તે કહે છે, “જ્યારે મારાં બાળકો મને પૂછતાં કે હું શું કરું છું, ત્યારે મારે જવાબ આપવો પડતો હતો કે ભીખ માંગુ છું.”

“મારા બાળકો તેમનાં મિત્રો સામે શરમ અનુભવતાં. એટલે મેં ભીખ માંગવાનું છોડી દીધું.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો