નોકરીમાં મહિલાઓને કેમ મળવી જોઈએ સમાન તક?
ભારત શ્રમશક્તિમાં મહિલાઓની ભાગીદારી મામલે અન્ય દેશો કરતાં પાછળ છે. પુરુષોની સરખામણીએ તેમની સંખ્યા ઓછી છે.
વર્લ્ડ બૅન્કના અહેવાલ અનુસાર મહિલાઓની ભાગીદારી વધે તો દેશની અર્થવ્યવસ્થાને નવું બળ મળી શકે છે.
ભારતના જીડીપીમાં મહિલાઓની ભાગદારી મામલે 145 દેશોમાં ભારતનો ક્રમ 139મો છે.
અર્થવ્યવસ્થાની બાબાતો સાથે સંકળાયેલી સંસ્થાઓ અનુસાર જો મહિલાઓની ભાગીદારી વધે તો જીડીપીમાં 27 ટકાનો વધારો સંભવ છે.
સરકારી આંકડા અનુસાર દેશમાં વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી માત્ર 25 ટકા જ છે. જ્યારે પુરુષોની ભાગાદારી 53 ટકા છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ મામલે સૌથી ઓછી ટકાવારી રાજધાની દિલ્હીની છે, જ્યારે હિમાચલ પ્રદેશ શ્રમમાં મહિલાઓની ભાગીદારીમાં સૌથી મોખરે છે.
આવું કેમ છે? આ સ્થિતિ કઈ રીતે સુધરી શકે છે? જાણવા જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો