ગેમ રમવાની આદત માનસિક બીમારી નોતરી શકે છે?
ઇન્ફર્મેશન ટેકનૉલૉજી અને ડિજિટલ પ્લૅટફૉર્મસના બહોળા ફેલાવાથી લોકોમાં ગેમ રમવાની આદતનું પ્રમાણ વધી રહ્યું છે.
મોબાઇલમાં ગેમિંગ, ટીવી- કમ્પ્યૂટર પર ગેમ રમવાનું ચલણ વધી રહ્યું છે. પરંતુ સતત ગેમિંગની આદત માનસિક બીમારી નોતરી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ગેમિંગ રમવાની તીવ્ર આદતને માનસિક બીમારીની યાદીમાં મૂકી દીધી છે.
આ સંસ્થા અનુસાર કેટલાંક લક્ષણો નક્કી કરવામાં આવ્યાં છે. જો ગેમ રમતી વ્યક્તિને આ લક્ષણો એક વર્ષ સુધી હોય તો તેને બીમારી છે એવું ગણવામાં આવી શકાય છે.
આ લક્ષણો કયાં છે અને જો ગેમ રમવાની લત લાગી ગઈ હોય, તો તેને સુધારવા શું કરવું?
એ જાણવા જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો