તમે દુનિયાનું સૌથી મોટું મોતી ‘લાયન પર્લ’ જોયું છે?

ગયા અઠવાડિયે દુનિયામાં બનેલી મહત્ત્વની ઘટનાઓને તસ્વીરોના સ્વરૂપમાં

અમેરિકામાં મેનહટનહેન્જનો આનંદ લઈ રહેલા ન્યૂ યોર્કના લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 30 મેએ મેનહટન હેન્જનો આનંદ લઈ રહેલા ન્યૂ યોર્કના લોકો. આ એક એવી કુદરતી પ્રક્રિયા હોય છે જ્યારે મેનહટન શહેરના મુખ્ય ચોકમાં પૂર્વ તથા પશ્ચિમને જોડતી સડક પર સૂરજ ઈમારતોની વચ્ચેથી ઝાંકતો જોવા મળે છે.
દક્ષિણ જર્મનીના યુરોપા પાર્કના એક હિસ્સામાં લાગેલી આગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણ જર્મનીના રસ્ટના યુરોપા પાર્કના એક હિસ્સામાં 26 મેએ આગ લાગતાં પાર્કમાં ફરવા આવેલા હજ્જારો લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આયર્લેન્ડમાં ગર્ભપાતના અધિકારનું પ્રતિક બનેલાં સવિતા હલપ્પનવારની તસ્વીર પાસે એકમેકને સાંત્વન આપી રહેલી મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગત સપ્તાહે આયર્લેન્ડમાં ગર્ભપાત કાયદામાં ફેરફાર માટે જનમત લેવામાં આવ્યો હતો. એ વખતે કેટલીક મહિલાઓ દિવાલ પરની સવિતા હલપ્પનવારની તસ્વીર સામે એકમેકને સાંત્વન આપતી જોવા મળી હતી. કસુવાવડ પછી થયેલાં ઈન્ફેક્શનને કારણે આયર્લેન્ડની એક હોસ્પિટલમાં 2012ના ઓક્ટોબરમાં સવિતાનું મૃત્યુ થયું હતું. એ પછી આયર્લેન્ડમાં ગર્ભપાત કાયદામાં સુધારા માટેની ઝુંબેશ શરૂ થઈ હતી. સવિતાનો ચહેરો એ આંદોલનનું પ્રતિક બની ગયો હતો.
પેરિસમાં ફટાકડામાંથી નીકળતા ધુમાડાની વચ્ચે પોલીસ કર્મચારીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફટાકડામાંથી નીકળતા ધુમાડાની વચ્ચે પોલીસ કર્મચારીઓ. કામની પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પેરિસમાં કેટલાક પોલીસ કર્મચારીઓએ પાયજામા પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
નેધરલેન્ડના હેગ શહેરમાં લિલામ પહેલાં પ્રદર્શિત કરવામાં આવેલું વિશ્વનું મીઠા પાણીનું સૌથી મોટું મોતી સ્લીપિંગ લાયન પર્લ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, સ્લીપિંગ લાયન પર્લ એક જમાનામાં રશિયાની રાણી કેથરીન ધ ગ્રેટની સંપત્તિ હતું. એ મીઠા પાણીમાંથી મળેલું વિશ્વનું સૌથી મોટું મોતી હોવાનું માનવામાં આવે છે. નેધરલેન્ડના હેગ શહેરમાં હરાજી પહેલાં એ મોતીને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
ચેમ્પિયન્સ લીગમાં લિવરપૂલને 3-1થી હરાવ્યા બાદ ટ્રોફીને ચૂમી રહેલા રિયલ મેડ્રિડ ટીમના ખેલાડી ગેરેથ બેલ.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ચેમ્પિયન્સ લીગમાં લિવરપૂલને 3-1થી હરાવ્યા બાદ ટ્રોફીને ચૂમી રહેલા રિયલ મેડ્રિડ ટીમના ખેલાડી ગેરેથ બેલ. યુક્રેનની રાજધાની કીવમાં ચેમ્પિયન્સ લીગની મેચ રમાઈ હતી.
અમેરિકાના હવાઈ ટાપુમાં કિલવેયા જ્વાળામુખી ફાટ્યા બાદ તેનો લાવા પોહિકીના રસ્તાઓ પર ફેલાઈ ગયો હતો.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકાના હવાઈ ટાપુમાં કિલવેયા જ્વાળામુખી ફાટ્યા બાદ તેનો લાવા પોહિકીના રસ્તાઓ પર ફેલાઈ ગયો હતો. જ્વાળામુખી ફાટ્યા બાદ નીકળેલો ગેસ અને ધુમાડો આકાશમાં 30,000 ફૂટ ઉપર સુધી ગયો હતો.
યુક્રેનની રાજધાની કીવમાં પત્રકાર પરિષદમાં અચાનક ઉપસ્થિત થયેલા રશિયન પત્રકાર આર્કાડી બાબચેંકો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, યુક્રેનની રાજધાની કીવમાં યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં રશિયન પત્રકાર આર્કાડી બાબચેંકો અચાનક ઉપસ્થિત થયા હતા. તેમનાં પત્નીએ 29 મેએ જણાવ્યું હતું કે બાબચેંકોનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. એ ઘટનાના લગભગ 24 કલાક પછી બાબચેંકો મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતા. બાબચેંકોએ જણાવ્યું હતું કે તેમના જીવ પર જોખમ હતું. એ કારણે તેમણે યુક્રેનની મદદથી તેમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવા પડ્યા હતા.
રાજસ્થાનના અજમેરની એક સડક પર ઉભેલા પશુઓનો ચારો ભરેલા ટ્રકના છાંયડામાં આરામ કરી રહેલા બે પુરુષો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનના અજમેરની એક સડક પર ઉભેલા પશુઓનો ચારો ભરેલા ટ્રકના છાંયડામાં આરામ કરી રહેલા બે પુરુષો. ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી પારાવાર ગરમી લોકોની પરેશાનીનું કારણ બની છે.
ગત સપ્તાહમાં બ્રિટનના અનેક વિસ્તારોમાં આકાશમાં ચમકતી વીજળી આવા સ્વરૂપે જોવા મળી હતી.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગત સપ્તાહમાં બ્રિટનના અનેક વિસ્તારોમાં આકાશમાં ચમકતી વીજળી આવા સ્વરૂપે જોવા મળી હતી.