અમેરિકા: ટ્રાફિકથી ધમધમતા રોડ વચ્ચે પ્લેનનું ઇમરજન્સી લૅન્ડિંગ

વીડિયો કૅપ્શન, અમેરિકા: ટ્રાફિકથી ધમધમતા રોડ વચ્ચે પ્લેનનું ઇમરજન્સી લૅન્ડિંગ

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક પ્લેને ટ્રાફિકથી ધમધમતા રોડ લૅન્ડિંગ કર્યું હતું.

હન્ટિંગન્ટ બીચના એક રોડ પર પાઇલટને પ્લેનને ઇમરજન્સી લૅન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.

પ્લેનના એન્જિનમાં ખામી સર્જાવાને કારણે પાઇલટે એકલા હાથે તેને રોડ પર લૅન્ડ કરાવ્યું હતું.

આ ઘટના કારમાં લાગેલા એક ડેશકૅમમાં રેકૉર્ડ થઈ હતી.

પાઇલટે પ્લેનને લૅન્ડ કરાવતી વખતે એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે રોડ પરનાં કોઈ વાહનો સાથે તે ના અથડાય.

રોડની આજુબાજુ પાવર લાઇન્સ પણ જોઈ શકાય છે, પરંતુ તેની વચ્ચે પણ પ્લેન સફળતાપૂર્વક લૅન્ડ થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો