#JusticeForNoura: યુવતીને મોતની સજાથી બચાવવા અભિયાન
સુદાનની એક કોર્ટે નૌરા હુસૈન નામની એક યુવતીને પતિની હત્યા બદલ દોષિત માની તેમને મોતની સજા સંભળાવી છે.
યુવતીનો આરોપ છે કે તેમનાં પતિએ લગ્ન બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
સજા મળતા માનવાધિકાર સંગઠનોએ નૌરાને બચાવવા અભિયાન છેડ્યું છે. #JusticeForNoura.
અભિયાન સાથે નૌરાની સજા માફીની માગ કરવામાં આવી રહી છે.
મહત્ત્વનું છે કે નૌરા હુસૈનના 16 વર્ષની વયે જબરદસ્તી લગ્ન કરી દેવાયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો