ઇરાક: જમીન ખોદીને મૃતદેહો કાઢે છે આ લોકો

વીડિયો કૅપ્શન, ઇરાક: જમીન ખોદીને મૃતદેહો કાઢે છે આ લોકો

ઇરાકનાં મોસુલમાં આ સ્વયંસેવકોની ટીમ જમીન ખોદીને મૃતદેહો એકઠા કરે છે. જુલાઈ, 2017માં ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ સામેની લડાઈનો અંત આવ્યો, છતાં ઘણા મૃતદેહો હજી પણ પડ્યા છે.

આ ટીમ દટાયેલા મૃતદેહોને બહાર કાઢે છે. આ ટીમને સામાન્ય નાગરિકો, ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓના મૃતદેહો પણ મળ્યા હતા.

સ્વયંસેવકોની આ ટીમમાં કેટલાક તો 18 વર્ષના જ છે.

છેલ્લા છ મહિનાથી આ ટીમનું નેતૃત્વ સ્રૂર અલ હોસિયાની કરે છે. દર અઠવાડિયે આ ટીમને 100થી વધારે મૃતદેહમળે છે, ક્યારેક તો તેનાથી પણ વધારે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો