વિયેતનામ : જાણો હનોઈના સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ વિશે
દરેક દેશના ફૂડની ખાસિયતો હોય છે. સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ મોટાભાગે તમામને ભાવતું હોય છે.
વિયેતનામનું સ્ટ્રીટ ફૂડ પણ ઘણું લોકપ્રિય છે. પ્રવાસીઓની ત્યાં ઘણી ભીડ રહેતી હોય છે.
અહીં તમને વિયેતનામનું બાર્બિક્યૂ માણવા મળે છે. તેમાં મિક્સ પૉર્ક, ચિકન અને શાકભાજી મળશે.
વળી એક હૉટ પૉટ નામની વાનગી પણ છે. તમારી પાસે બાર્બિક્યૂ અને હૉટ પૉટનો વિકલ્પ હોય છે.
બન્નેમાં વિવિધ પ્રકારના શાકભાજી અને માંસ એકસાથે ઓર્ડર કરી શકો છો.
વિયેતનામની હનોઈ સ્ટ્રીટ ફૂડ પર બીબીસી સંવાદદાતા ઝુબૈર અહેમદનો વિશેષ અહેવાલ.
સમગ્ર ફૂડ અને તેની ખાસિયતો વિશે જાણવા જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો