એ ફોટોગ્રાફ્સ જેના પરથી તમે નજર નહીં હટાવી શકો

ધ એસોસિએશન ઑફ ફોટોગ્રાફર્સ પોતાનો 50મો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે. તેના ભાગરૂપે યોજવામાં આવેલા ફોટોગ્રાફી પ્રદર્શનમાં કેટલાક ખૂબ જ સુંદર ફોટોગ્રાફ મૂકાયા છે.

વાનરની તસવીર

ઇમેજ સ્રોત, Tim Flach

ઇમેજ કૅપ્શન, કેમેરાના લેન્સમાં જોઈ રહેલા વાનરની આ તસવીર ટિમ ફ્લૅચે 2001માં લીધી હતી.
ગેંડાનાં બચ્ચાનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Rory Carnegie

ઇમેજ કૅપ્શન, આ ફોટોગ્રાફ રોરી કાર્નેગીએ વર્ષ 2013માં લીધો હતો. 1970માં ખુલેલાં કૉટ્સવોલ્ડ વાઇલ્ડ લાઇફ પાર્કમાં જન્મેલું ગેંડાનું આ ચોથુ બચ્ચું હતું, જેનું નામ એલન રાખવામાં આવ્યું હતું.
જિમનેસ્ટની તસવીર

ઇમેજ સ્રોત, Anderson & Low

ઇમેજ કૅપ્શન, ફોટોગ્રાફર્સ જોનાથન એન્ડરસન અને એડવિન લો નેશનલ ડેનિશ જિમનાસ્ટિક ટીમ સાથે વર્ષ 1998થી 2002 સુધી જોડાયેલા હતા. તેમણે પૃથ્વી, અગ્નિ, જળ, આકાશની થીમ પર આ ફોટોગ્રાફ્સ લીધા હતા.
નેલ્સન મંડેલાની તસવીર

ઇમેજ સ્રોત, Jillian Edelstein

ઇમેજ કૅપ્શન, નેલ્સન મંડેલાની આ તસવીર વર્ષ 1997માં જિલિયન એડેલસ્ટીને ખેંચી હતી. તેમણે દક્ષિણ આફ્રીકામાં ચાર વર્ષ સુધી ફોટોગ્રાફી કરી હતી.
ફેરો ટાપુની તસવીર

ઇમેજ સ્રોત, Adam Woolfit

ઇમેજ કૅપ્શન, ફૅરો ટાપુ પર પરંપરાના ભાગરૂપે વહેલને મારી નાખવામાં આવે છે. આ ફોટોગ્રાફ એડમ વૂલ્ફિટે 1996માં લીધો હતો અને તે નેશનલ જ્યોગ્રાફિકમાં પ્રકાશિત થયો હતો.
અબ્રાહમ સરોવરનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, PAul Wakefield

ઇમેજ કૅપ્શન, કેનેડામાં થીજી ગયેલા અબ્રાહમ સરોવરનો ફોટોગ્રાફ પૉલ વેકફિલ્ડે વર્ષ 2011માં ખેંચ્યો હતો.
ધ પ્રેગનેંટ મેન

ઇમેજ સ્રોત, AlaN Brooking

ઇમેજ કૅપ્શન, એલન બ્રૂકિંગે ખેંચેલી આ તસવીર ‘ધ પ્રેગનેંટ મેન’નો ઉપયોગ 1970માં ફેમિલી પ્લાનિંગ એસોસિએશનની એક જાહેરાતમાં થયો હતો. આ જાહેરાતનો હેતુ લોકોને ગર્ભનિરોધક ઉપાયો વિશે જાગૃત કરવાનો હતો.
શાકભાજીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Tessa Traeger

ઇમેજ કૅપ્શન, આ ફોટોગ્રાફ બ્રિટિશ ફોટોગ્રાફર ટેસા ટ્રાગરે લીધી હતી. તે પોતાની ફૂડ ફોટોગ્રાફી માટે જાણીતાં છે.
રાજવી પરિવારનો ફોટો

ઇમેજ સ્રોત, Tom murray

ઇમેજ કૅપ્શન, રાજવી પરિવારનો આ ફોટોગ્રાફ લેનારા ફોટોગ્રાફર ટૉમ મૂરે એ સમયે સૌથી નાની ઉંમરના ફોટોગ્રાફર હતા. તેમણે 1969માં રાજકુમારી માર્ગારેટ, લૉર્ડ સ્નોડોન અને તેમના સંતાનો ડેવિડ અને સારાના ફોટોગ્રાફ્સ લીધા હતા.
ટ્વિગીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Barry Lategan

ઇમેજ કૅપ્શન, આ ફોટોગ્રાફ દુનિયાનાં સૌ પ્રથમ સુપરમોડલ ટ્વિગીનો છે. જે બૅરી લૅટિંગને ખેંચ્યો હતો.