વિન્ટર ઑલિમ્પિકની આતશબાજીથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ

દક્ષિણ કોરિયામાં યોજાયેલા વિન્ટર ઑલિમ્પિકમાં ભાગ લેવા માટે ઉત્તર કોરિયાની ટીમ પણ પહોંચી છે.

વિન્ટર ઑલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ

ઇમેજ સ્રોત, DEAN MOUHTAROPOULOS/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયાના પ્યૉંગચાંગમાં વિન્ટર ઑલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારના રોજ તેના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું હતું.
મશાલ સાથે ખેલાડી

ઇમેજ સ્રોત, RYAN PIERSE/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ઑલિમ્પિક ગેમ્સની શરૂઆત પહેલા ખેલાડીઓ સ્ટેડિયમમાં મશાલ લઈને પહોંચ્યાં હતાં.
સાંસ્કૃતિક કાર્યક્રમ

ઇમેજ સ્રોત, LARS BARON/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ઉદઘાટન સમારોહ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
એક ઝંડા નીચે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની ટીમ

ઇમેજ સ્રોત, RONALD MARTINEZ/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વિન્ટર ઑલિમ્પિકના કારણે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના વલણમાં નરમાશ આવી છે અને તેમણે આ રમતમાં ભાગ લેવા માટે દક્ષિણ કોરિયા સાથે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેના પરિણામ સ્વરૂપે વિન્ટર ઑલિમ્પિકમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની ટીમ એક ઝંડા હેઠળ સ્ટેડિયમમાં ઉતરી હતી.
મેક્સિકોની ટીમ

ઇમેજ સ્રોત, PHOTO BY HARRY HOW/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આ તસવીર જર્મન મદ્રાજોની છે કે જેઓ મેક્સિકોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.
અમેરિકાના લોકો

ઇમેજ સ્રોત, RYAN PIERSE/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયામાં આયોજિત વિન્ટર ઑલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં અમેરિકાની ટીમના સભ્યોએ પણ ભાગ લીધો હતો.
કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પના રૂપમાં બે પ્રશંસકો

ઇમેજ સ્રોત, RYAN PIERSE/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આ વિન્ટર ઑલિમ્પિકના ઉદઘાટન સમારોહ દરમિયાન બે વ્યક્તિએ લોકોનું ધ્યાન આકર્ષિત ખેંચ્યું હતું. પ્યૉંગચાંગ સ્ટેડિયમ બહાર કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા દેખાતા આ લોકો ત્યા પહોંચ્યા હતા અને બન્ને એકબીજાને ભેંટ્યા પણ હતા.
ટોંગાની ટીમના ખેલાડી

ઇમેજ સ્રોત, LARS BARON/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આ તસવીરમાં પીટા ટોફાટૂફા ટોંગાની ટીમનું નેતૃત્વ કરતા જોવા મળી રહ્યા છે.
ઇરાનની ટીમ

ઇમેજ સ્રોત, RONALD MARTINEZ/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સામનેહ બેરામી બહેરે ઇરાનની ટીમનું નેતૃત્વ કર્યું હતું.
માઇક પેંસ સાથે શિંઝો આબે

ઇમેજ સ્રોત, PATRICK SEMANSKY - POOL /GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વિન્ટર ઑલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઇક પેન્સ પણ પહોંચ્યા હતા. સ્ટેડિયમમાં તેઓ જાપાનના વડાપ્રધાન શિંઝો આબે સાથે જોવા મળ્યા હતા.
પ્રતિનિધિમંડળ સાથે કિમ જોંગ ઉનનાં બહેન કિમ યો જોંગ

ઇમેજ સ્રોત, PATRICK SEMANSKY - POOL /GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, શુક્રવારથી શરૂ થયેલી આ રમતમાં કિમ જોંગ ઉને પોતાના દેશના પ્રતિનિધિમંડળ સાથે પોતાનાં બહેન કિમ યો જોંગ અને રાષ્ટ્રાધ્યક્ષ કિમ યોંગ નમને દક્ષિણ કોરિયા મોકલ્યા હતા.
ઑલિમ્પિક સ્ટેડિયમની આસપાસ થતી આતશબાજી

ઇમેજ સ્રોત, Robert Cianflone/Getty Images

ઇમેજ કૅપ્શન, પ્યૉંગચાંગ ઑલિમ્પિક સ્ટેડિયમમાંથી આતશબાજી પણ કરવામાં આવી હતી