વિશ્વનું વિતેલું સપ્તાહ તસવીરોમાં

પ્રસ્તુત છે ગત સપ્તાહની કેટલીક તસવીરો. જે વિશ્વભરમાંથી સંપાદિત કરવામાં આવી છે.

ડાઇવ લગાવી રહેલા માર્કો ફોઇસેની તસવીર

ઇમેજ સ્રોત, MASSIMO PERCOSSI/ EPA

ઇમેજ કૅપ્શન, નવા વર્ષને આવકારવા કરવા ડાઇવર માર્કો ફોઇસે કાવોર બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું.
આતશબાજીની તસવીર

ઇમેજ સ્રોત, KYODO / REUTERS

ઇમેજ કૅપ્શન, નવા વર્ષને આવકારવા ઉત્તર કોરિયાના પ્યૉંગયાંગમાં આતશબાજી કરવામાં આવી હતી. શહેરની તડોંગ નદીની ઉપર આતશબાજીનું દ્રશ્ય સાથે જ બરફમાંથી બનેલા આંતર ખંડીય મિસાઇલનાં સ્થાપત્ય પાસે તસવીર ખેંચાવી રહેલા પર્યટકો.
કલાકારની તસવીર

ઇમેજ સ્રોત, SIVARAM V / REUTERS

ઇમેજ કૅપ્શન, કેરળના કોચીન કાર્નિવલ દરમિયાન નવા વર્ષને આવકારવા આયોજિત કાર્યક્રમમાં પર્ફૉર્મ કરવા માટે તૈયાર થઈ રહેલો કલાકાર.
યુવકોની તસવીર

ઇમેજ સ્રોત, STEFANIE KEITH/ REUTERS

ઇમેજ કૅપ્શન, ન્યૂ યૉર્કના કૉની ટાપુ પર નવવર્ષને આવકારવા સ્વિમર્સે બર્ફિલાં પાણીમાં દોટ મૂકી હતી.
યોગ કરી રહેલા બાળકોની તસવીર

ઇમેજ સ્રોત, AMIT DAVE/ REUTERS

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં યોગ કેમ્પના છેલ્લા દિવસે સામૂહિક રીતે યોગ કરી રહેલા સ્કૂલનાં વિદ્યાર્થીઓ.
સળગતી ટોપી પહેરલી વ્યક્તિની તસવીર

ઇમેજ સ્રોત, NIGEL RODDIS/ EPA

ઇમેજ કૅપ્શન, ઇંગ્લૅન્ડના એલેન્ડેલેમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ, ગ્રામજનો તેમના માથાની ઉપર સળગતાં 'બેરલ' (પીપમાંથી બનેલી ટોપી) પહેરીને પરફોર્મ કરે છે. આવા 45 ટોપી સાથેના સમૂહને 'ગિઅર્સ' કહેવામાં આવે છે. લોકો તેમની સાથે નગરમાં પરેડ કરે છે. મધરાત્રીએ વ્હીસ્કીના 'બેરલ' સળગાવવામાં આવે છે અને ઊજવણી કરાય છે.
ધોધની તસવીર

ઇમેજ સ્રોત, GEOFF ROBINS/ AFP

ઇમેજ કૅપ્શન, નાઇગ્રા ધોધના બેઝ પર બરફ છવાઇ ગયો છે. જોકે, ધોધ હજુ પણ પડી રહ્યો છે. છેલ્લે જાન્યુઆરી 2014માં નાઇગ્રા ધોધનું પાણી જામી ગયું હતું.
લંડનની આતશબાજીની તસવીર

ઇમેજ સ્રોત, VICTORIA JONES/ PA

ઇમેજ કૅપ્શન, લંડનના વિખ્યાત 'લંડન આઈ' સાથે નવાં વર્ષનાં આગમનને વધાવતી આતશબાજીની ઝલક.
દરિયામાં સર્ફિંગ કરી રહેલા બ્રાઝિલના લૂકાસ ચૂમ્બોની તસવીર

ઇમેજ સ્રોત, PATRICIA DE MELO MOREIRA / AFP

ઇમેજ કૅપ્શન, પોર્ટુગલનાં નાઝરેમાં પહેલી સિઝનનું સર્ફિંગ કરી રહેલા બ્રાઝિલના લૂકાસ ચૂમ્બો.
સળગી ગયેલી કારોની તસવીર

ઇમેજ સ્રોત, MERSEYSIDE FIRE AND RESCUE SERVICE

ઇમેજ કૅપ્શન, બ્રિટનના લિવરપુરલમાં કાર પાર્કિંગ વિસ્તારમાં આગ લાગી હતી, જેમાં 1300 જેટલી ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હતી.