લોકોએ કરેલા આ ‘જુગાડ’ જોઈને તમે પણ કહેશો કે 'કહેવું પડે બૉસ!'

બીબીસી ઇનોવેટર્સમાં જુગાડના રસપ્રદ નમૂના.

નકામી વસ્તુઓમાંથી બનાવેલી ઝૂંપડી

ઇમેજ સ્રોત, HARVEY JONES

ઇમેજ કૅપ્શન, હાર્વે જૉન્સ જણાવે છે “ડોરસેટથી ચેસિલ સુધીની આ તસવીર છે. એક માછીમારની આ ઝૂંપડી નકામી વસ્તુઓમાંથી બની છે. આ ઝૂંપડી પર એક સીસીટીવી કૅમેરા પણ લગાવવામાં આવ્યો છે.”
એખ પાયાની બદલે ઇંટોના ટેકા પર ખુરશી

ઇમેજ સ્રોત, GAYATHRI SELVAM

ઇમેજ કૅપ્શન, ગાયત્રી સેલવમનું કહેવું છે “અમૃતસરમાં સુવર્ણ મંદિર નજીક આ તસવીર લીધેલી હતી. આ બેજોડ ખુરશીનો ઘણાં લોકો ઉપયોગ કરે છે. આ ઘણો ગીચ વિસ્તાર છે.”
ચાલવા માટેના એક યંત્ર સાથે જોડાયેલો કૂતરો

ઇમેજ સ્રોત, DORIS ENDERS

ઇમેજ કૅપ્શન, ગોવા ગયેલા ડોરિસ એન્ડર્સ કહે છે “જ્યારે હું બેકરી જવા માટે એક ઘર પાસેથી પસાર થઈ તો એક કૂતરો મારી સામે ભસતો-ભસતો આવ્યો. મેં જોયું કે તેને ચાલવા માટે એક યંત્ર બનાવેલું હતું. જેથી તે ઘરની રખેવાળી કરી શકે. મને લાગ્યું કે કોઈ તેને સાચે જ પ્રેમ કરે છે.”
બાઇકની પાછળ ટ્રોલીમાં બેસીને રસ્તા પર જતો પરિવાર

ઇમેજ સ્રોત, SUNIL PAREEK

ઇમેજ કૅપ્શન, સુનીલ પારિક કહે છે “આ ‘જૂગાડુ’માં એક વ્યક્તિએ પોતાની મોટરસાઇકલમાં ટ્રોલી જોડેલી છે. જેથી તે પોતાના પરિવારને બહાર ફરવા લઈ જઈ શકે.”
વૅનિલાના વૃક્ષમાંથી પગાર કાઢતા હાથ

ઇમેજ સ્રોત, ROBERT SAUNDERS

ઇમેજ કૅપ્શન, રૉબર્ટ સૉન્ડર્સ કહે છે “ગ્વાડેલોપમાં વૅનિલાના વૃક્ષમાંથી પરાગ કાઢવાનું કામ મુશ્કેલ છે. પરંતુ તે માટે ટૂથપિકનો ઉપયોગ કરવામાં આવે છે.”
એક સ્ટૂલ પર પેટ્રોલની ભરેલી બૉટલની પાસે એક ગાય

ઇમેજ સ્રોત, DORIS ENDERS

ઇમેજ કૅપ્શન, ડોરિસ એન્ડર્સ કહે છે “આવા પેટ્રોલસ્ટેશન ગોવામાં બહુ જગ્યાએ જોવા મળી શકે છે. ‘અસલી’ પેટ્રોલપંપ ઘણા દૂર હોય છે. જેથી લોકોની સુવિધા માટે આ રીતે પેટ્રોલ રાખવામાં આવે છે.”
પ્લાસ્ટિકની ખાલી બોટલમાંથી બનાવેલું મોબાઇલનું સ્ટેન્ડ

ઇમેજ સ્રોત, HANNAN KHAMIS

ઇમેજ કૅપ્શન, ઉનાળાના સમયની પેરુના જંગલોની આ તસવીર હન્નાન ખામિસે લીધેલી છે. તેઓ કહે છે “આરોહણ કરતી વખતે એક ઘરમાં તેઓ રોકાયા. ત્યાં તેમને મોબાઇલ ફોન રાખવા માટે આ જુગાડ નજરે પડ્યો. જે એક ખાલી બોટલની મદદથી બનાવાયો હતો.”
ટપકતાં નળ પર લગાવેલી ખાલી પ્લાસ્ટિકની ખાલી બોટલ

ઇમેજ સ્રોત, PRERNA JAIN

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં પ્રેરણા જૈને એક પાણીના એક ટેન્કરને જોયું જેમાંથી નીચે પડતા પાણીને રોકવા માટે ત્યાં સોફ્ટડ્રિન્કની બોટલ લગાવવામાં આવી હતી.