વર્ષ 2017ની સૌથી યાદગાર તસવીરો

ફોટો એજન્સી ‘ગેટી ઈમેજીસ’ના કેન મૈનાર્ડિસે પોતાના ફોટોગ્રાફર્સની સર્વશ્રેષ્ઠ તસવીરોને પસંદ કરી છે.

ફોટો

ઇમેજ સ્રોત, AL BELLO/ GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, અમેરિકાના ફ્લોરિડામાં માયામી ઓપન દરમિયાન મહિલા ખેલાડી અમાંડા એનિસિમોવાયનો ફોટો. આ તસવીર સ્પોર્ટ્સ ફોટોગ્રાફીના જાણકાર અલ બેલ્લોએ લીધી છે.
ફોટો

ઇમેજ સ્રોત, CHRISTOPHER POLK/ GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, એકેડેમી અવૉર્ડમાં જૂજ ફોટોગ્રાફર જ બેકસ્ટેજ સુધી પહોંચ્યા હતા. તેમાંથી એક ક્રિસ્ટોફર પૉલ્કીએ આ તસવીર લીધી છે. જેમાં જાણીતા અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો અને એમા સ્ટોન ઑસ્કર જીત્યા બાદ દેખાઈ રહ્યાં છે.
ફોટો

ઇમેજ સ્રોત, KEVIN FRAYER/ GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના કૉક્સ બજારમાં મદદ માટે પહોંચેલા ટ્રક પર ચઢીને રોતા બાળકોની આ તસવીર કેવિન ફ્રેયરે લીધી છે. મ્યાનમારના રખાઇન પ્રાંતથી જીવ બચાવી બાંગ્લાદેશ પહોંચેલા રોહિંગ્યા શરણાર્થીઓએ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યુ હતું.
ફોટો

ઇમેજ સ્રોત, RYAN PIERSE/ GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સિડનીના પ્રખ્યાત બોન્ડી બીચની આ તસવીર રેયાન પિયર્સે લીધી છે. તસવીરમાં જણાઈ રહ્યું છે કે સર્ફર પોતાના બોર્ડ પરનું નિયંત્રણ ખોઈ ચૂક્યો છે. આ તસવીરમાં મનુષ્ય પ્રકૃતિ સામે પોતાની જાતને બચાવતો જોવા મળી રહ્યો છે.
ફોટો

ઇમેજ સ્રોત, CHIP SOMODEVILLA/ GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વર્જિનિયાના શાર્લોસ્વિલમાં અમેરિકન દક્ષીણપંથીઓ અને વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણની આ તસવીર ચિપ સોમોડેવિલાએ લીધી છે. આ તસવીર લેવા માટે સોમોડેવિલાએ પોતાને મુશ્કેલીમાં મુકવા પડ્યા હતા.
ફોટો

ઇમેજ સ્રોત, BRUCE BENNETT/ GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ન્યૂજર્સીના નેવાર્ક શહેરમાં ‘પિટ્સબર્ગ પેગ્વિન’ ટીમના પેટ્રિક પૉર્નક્વિસ્ટે જ્યારે ‘ન્યૂજર્સી ડેવિલ્સ’ના કૉરીને છકાવીને ગોલ ફટકાર્યો હતો ત્યારે બ્રૂસ બેનેટે આ ઘટના પોતાના કેમેરામાં કેદ કરી હતી. આવી તસવીર લેવા માટે બ્રૂસે એક રિમોટ ગોઠવ્યું હતું અને યોગ્ય સમય પર તેનો ઉપયોગ કર્યો હતો.
ફોટો

ઇમેજ સ્રોત, KEVIN MAZUR/ GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બ્રિટનના માનચેસ્ટર એરિના પર આત્મધાતી હુમલા બાદ ‘વન લવ માનચેસ્ટર કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યુ હતુ. તે સમયે કેવિન મજૂર જ એકલા ફોટોગ્રાફર હતા કે જેમને સ્ટેજ પર જવાની પરવાનગી મળી હતી. તેમણે ભાવુક પોપ સ્ટાર એરિયાના ગ્રાંડેની આ તસવીર લીધી હતી.
ફોટો

ઇમેજ સ્રોત, JES AZNAR/ GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ફિલિપીન્સના મારાવીમા પોતાનાં લગ્ન પહેલાં બહેનપણીઓ સાથે ’સેલ્ફી’ લેતી કૈટી મલંગ મિકુનુગ. તેમનાં લગ્ન મારાવીમાં રહેતા 22 વર્ષીય પોલો મમાયો અમ્બોર સાથે થયાં હતાં. જેઓ સરકારી ટુકડીઓ અને ઇસ્લામિક સ્ટેટથી પ્રભાવિત ઉગ્રવાદીની ઝડપમાં વિસ્થાપિત થયાં હતાં. આ તસવીર પહેલાં તો એક પેન્ટિંગ જેવી દેખાય છે અને બીજી રીતે જોઈએ તો સેલ્ફી લેવાની રીત અને તે સમયના હાવભાવ આબેહૂબ કેદ થયા છે.
ફોટો

ઇમેજ સ્રોત, DAVID BECKER/ GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ડેવિડ બેકરની પહેલાં રુટ 91 હાર્વેસ્ટ શહેરમાં યોજાનારા મ્યૂઝીક ફેસ્ટીવલને કવર કરવા માટે પસંદગી કરાઈ હતી. પરંતુ ત્યાં અચાનક ગોળીબાર થવા લાગ્યો તો તેમણે આ ઘટનાની તસવીરો લેવાની શરૂ કરી દીધી હતી. આ તસવીર દર્શાવે છે કે જો તમે આવી પરિસ્થિતિમાં તસવીરો નથી લઈ શકતા તો તમે ઘટનાની નજીક નથી. આ તસવીરથી જણાય છે કે ડેવિટ ગોળીબારથી કેટલા નજીક હતા.
ફોટો

ઇમેજ સ્રોત, TRISTAN FEWINGS/ GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યારે સિંગર રિહાના સ્ક્રીનિંગમાં સામેલ થવા પહોંચી તો તેમની તસવીર અનેક ફોટોગ્રાફરે લીધી હતી. પરંતુ ત્રિસ્તન ફ્યૂઇંગ્સે રેડ કાર્પેટ પર પડનારી લાઇટનો ઉપયોગ કરી એક સુંદર ફ્રેમ બનાવી અને એક સામાન્ય તસવીરને ખાસ બનાવી દીધી.