માઉન્ટ આંગુગ બતાવે છે પ્રકૃતિનું રમ્ય અને રૌદ્ર સ્વરૂપ

ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં આવેલા માઉન્ટ આંગુગ જ્વાળામુખીમાં વિસ્ફોટ થવાનો ભય વધુ ઘેરો થઈ રહ્યો છે.

માઉન્ટ આંગુગ જ્વાળામુખીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં આવેલા માઉન્ટ આંગુગ જ્વાળામુખીમાં મોટો વિસ્ફોટ થવાની આશંકા છે. જ્વાળામુખીની આસપાસ રહેતાં આશરે દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
માઉન્ટ આંગુગ જ્વાળામુખીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જ્વાળામુખીની ટોચ પર રાખ અને ધૂમાડાના વાદળો જોવા મળી રહ્યા છે, જેની ઊંચાઈ 3400 મીટરથી પણ વધુ છે. ઇન્ડોનેશિયાની સરકારે જ્વાળામુખીથી પ્રભાવિત ક્ષેત્રમાં વધુ ક્ષેત્રોનો ઉમેરો કર્યો છે.
માઉન્ટ આંગુગ જ્વાળામુખીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કરંગાસેમન નામના વિસ્તારમાંથી આ તસવીર ખેંચવામાં આવી છે. બાલીમાં આવેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 28મી નવેમ્બરે સતત બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યું છે, જેના કારણે ત્યાં આવેલા ઘણા પ્રવાસીઓ વિકટ પરિસ્થિતિમાં મૂકાયા છે.
માઉન્ટ આંગુગ જ્વાળામુખીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયાનું 'નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બોર્ડ' હાલ આ સમગ્ર સંકટ મુદ્દે કાર્યરત છે. આ વિભાગનું કહેવું છે કે પર્વતથી 12 કિલોમીટર દૂર આવેલા વિસ્તારોમાં પણ જ્વાળામુખીની અંદર થઈ રહેલા વિસ્ફોટના અવાજ સંભળાય છે.
માઉન્ટ આંગુગ જ્વાળામુખીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જ્વાળામુખીની ભયાનકતા મુદ્દે સરકારે હાઈ-એલર્ટ જાહેર કર્યું છે. 25મી નવેમ્બરે સરકારને જ્વાળામુખીમાં વિસ્ફોટની શક્યતા લાગતા આસપાસના વિસ્તારોને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
માઉન્ટ આંગુગ જ્વાળામુખીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયાની સરકાર જ્વાળામુખીને ભલે સંકટ તરીકે જોઈ રહી હોય પરંતુ ત્યાં આવેલા કેટલાંક પ્રવાસીઓ આવી રીતે આ ઐતિહાસિક અને નયનરમ્ય દૃશ્યોને તસવીરોમાં લઈને કાયમી સંભારણું બનાવી રહ્યા છે.
માઉન્ટ આંગુગ જ્વાળામુખીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાલી ટાપુમાં સંખ્યાબંધ પ્રવાસીઓનો ધસારો રહેતો હોવાથી હજારો પ્રવાસીઓ હાલ ત્યાં ફસાઈ ગયા છે. ત્યાં ફસાયેલા ભારતીય પ્રવાસીઓ માટે ઇન્ડોનેશિયા સ્થિત ભારતીય દૂતાવાસમાં 'હેલ્પ ડેસ્ક'ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.