હિજાબ પહેરીને ઓલિમ્પિકમાં મેડલ જીતનારાં મહિલા ખેલાડીની પ્રતિકૃતિ સ્વરૂપે બાર્બી બનશે.
દુનિયાભરની નાની બાળકીઓની સૌથી વહાલી ઢીંગલી બાર્બી હવે નવાં રૂપમાં જોવા મળશે.
વિશ્વની પ્રેરણાદાયી મહિલાઓની પ્રતિકૃતિ બાર્બી સ્વરૂપે તૈયાર કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે બાર્બીને હવે હિજાબ પહેરેલી દેખાડવામાં આવી છે.
આ હિજાબવાળી બાર્બી ડૉલ વર્ષ 2016માં યોજાયેલી રિયો ઓલિમ્પિક્સમાં હિજાબ પહેરીને ફેન્સીંગની રમત રમનારાં પ્રથમ અમેરિકન મહિલા ખેલાડી ઇબ્તિહાજ મુહમ્મદની પ્રતિકૃતિ સમાન છે.
ઇબ્તિહાજે એ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક (બ્રોંઝ મેડલ) પણ જીત્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો