પાકિસ્તાનમાં યોજાયેલા ફેશન શોનો નજારો

કરાચીમાં યોજાયેલા ત્રિ-દિવસીય ફેશન શોમાં વિવિધ કલેક્શન રજૂ કરાયાં હતાં.

પાકિસ્તાનમાં યોજાયેલો ફેશન શો

ઇમેજ સ્રોત, ASIF HASSAN/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કરાચીને એમ જ પાકિસ્તાનની વ્યાપારિક રાજધાની નથી કહેવામાં આવતું. હાલ આ શહેર એક્સ્પો પાકિસ્તાન 2017ની યજમાની કરી રહ્યું છે. આ શ્રેણીમાં 9 થી 12 નવેમ્બર સુધી ચાલનારા ફેશન શોનું આયોજન કરાયું.
પાકિસ્તાનમાં યોજાયેલો ફેશન શો

ઇમેજ સ્રોત, ASIF HASSAN/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આ ફેશન ઇવેન્ટને 'મેડ ઇન પાકિસ્તાન' નામ આપવામાં આવ્યું છે. એક્સ્પો પાકિસ્તાનમાં ભાગ લેવા માટે વિવિધ દેશોમાંથી સેંકડો લોકો આવી રહ્યા છે. આ ફેશન શોનો હેતુ પાકિસ્તાની ડિઝાઇનર્સ અને તેમનાં કલેક્શન માટે વિદેશી બજાર શોધવાનો છે.
પાકિસ્તાનમાં યોજાયેલો ફેશન શો

ઇમેજ સ્રોત, ASIF HASSAN/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આયોજકો આ ફેશન શો દ્વારા પાકિસ્તાની ફેશન ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માગે છે. તેમની ઇચ્છા છે કે આ ફેશન શો દ્વારા નવા ડિઝાઇનર્સને પ્લેટફૉર્મ મળે.
પાકિસ્તાનમાં યોજાયેલો ફેશન શો

ઇમેજ સ્રોત, REHAN KHAN/EPA

ઇમેજ કૅપ્શન, 'મેડ ઇન પાકિસ્તાન'માં આમિર અદનાન, આમના અકીલ, હસન રિયાઝ, ટીના દુર્રાની, દીફક પેરવાની જેવા ડિઝાઇનરો પોતાનાં કલેક્શન્સ રજૂ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં યોજાયેલો ફેશન શો

ઇમેજ સ્રોત, REHAN KHAN/EPA

ઇમેજ કૅપ્શન, આ ડિઝાઇન પાકિસ્તાની ફેશન ડિઝાઇનર દીપક પેરવાનીની છે. દીપક પેરવાની ફેશન સિવાય અભિનય અને રાજનીતિમાં પણ સક્રિય છે. તેઓ પાકિસ્તાનના હિંદુ-સિંધી સમાજના છે. દીપક પેરવાનીના નામે દુનિયાનો સૌથી મોટો કૂર્તો બનાવવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે.
પાકિસ્તાનમાં યોજાયેલો ફેશન શો

ઇમેજ સ્રોત, REHAN KHAN/EPA

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની અર્થવ્યવસ્થામાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મહત્ત્વની ભૂમિકા છે. પાકિસ્તાની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની નિકાસ પર નિર્ભરતા વધારે છે અને હાલમાં નિકાસ ઓછી થઈ છે. જાણકારોના કહેવા પ્રમાણે, બાંગ્લાદેશ, કમ્બોડિયા, શ્રીલંકા અને વિયેતનામ જેવા દેશો આ મામલે પાકિસ્તાનને ટક્કર આપી રહ્યા છે.
પાકિસ્તાનમાં યોજાયેલો ફેશન શો

ઇમેજ સ્રોત, REHAN KHAN/EPA

ઇમેજ કૅપ્શન, આ ડિઝાઇન પાકિસ્તાન ફેશન હાઉસ 'ધી પિંક ટ્રી કંપની'એ રજૂ કરી હતી. આ ફેશન હાઉસ પારંપારિક પાકિસ્તાની ફેશનને નવા મિજાજમાં અને નવા ક્લેવરમાં રજૂ કરવાનો દાવો કરે છે.
પાકિસ્તાનમાં યોજાયેલો ફેશન શો

ઇમેજ સ્રોત, ASIF HASSAN/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 'ધી પિંક ટ્રી કંપની'નું એક વધુ કલેક્શન . કંપનીના કહેવા પ્રમાણે તે ફેશનમાં સિંધી કપડાં સુસી અને હાથથી વણેલાં સૂતરનાં કપડાં ખદ્દડને ફરી ચલણમાં લાવી છે.