વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ડાયનોસોર પાર્ક ગુજરાતમાં છે
જુરાસિક વર્લ્ડ જોવા માટે તમારે હોલીવૂડના સ્ટૂડિઓ સુધી લાંબા થવાની જરૂર નથી. બીબીસીનાં સંવાદદાતા સાગર પટેલ તમને આ વીડિયોમાં દેખાડશે વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ડાયનોસોર પાર્ક.
આ પાર્ક ગુજરાતમાં છે. તમે અમદાવાદથી માત્ર બે કલાકની મુસાફરી કરી આ ડાયનોસૌર પાર્કમાં જઈને અસલી ડાયનોસોરના અશ્મિઓ જોઈ શકો છો.
બાલાસિનોર પાસે આવેલા ગામ રૈયોલીમાં કરોડો વર્ષો પહેલાં ગુજરાતની ધરતી પર ફરતા રાજાસોરસ નામની પ્રજાતિના ડાયનોસોરના અંગોનાં અશ્મિઓ સચવાયેલાં છે.
1981માં જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને અહીં ડાયનોસોરના અવશેષો અને ઈંડાં મળ્યાં હતાં. 72 એકરના વિસ્તારમાં ફેલાયેલા આ વિસ્તારમાંથી બે પ્રજાતિના ડાયનોસોરના અવશેષો મળ્યા હતા.
એવું માનવામાં આવે છે કે કરોડો વર્ષો પહેલા અહીં 13 પ્રકારના ડાયનોસોર વસતા હતા.
આ પાર્કની દેખરેખ બાલાસિનોરનાં રાજપરિવારનાં રાજકુમારી આલિયા બાબી રાખે છે.
તે દેશનાં એકમાત્ર મહિલા છે, જે ડાયનોસોરનાં વિશેષજ્ઞ છે. લોકો તેમને ‘ડાયનોસોર પ્રિન્સેસ’ તરીકે પણ ઓળખે છે.
તેમની પાસે ડાયનોસોરનું ઈંડું પણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો