મ્યુઝિક કૉન્સર્ટ પર ગોળીબારમાં 50થી વધુ લોકોનાં મોત

ખુલ્લી જગ્યામાં યોજાયેલી મ્યુઝિકલ કૉન્સર્ટ પર સડકને સામે પાર આવેલી એક હોટેલના 32મા માળ પરથી બંદૂકધારીએ ફાયરિંગ કર્યું હતું.

ગોળીબારને કારણે ડરી ગયેલા યુવક-યુવતીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખુલ્લી જગ્યામાં યોજાયેલી મ્યુઝિકલ કૉન્સર્ટ પર સડકને સામે પાર આવેલી એક હોટેલના 32મા માળ પર બંદૂકધારી હતો.
ગોળીબાર બાદ સલામત સ્થળે નાસવાનો પ્રયાસ કરી રહેલા મ્યુઝિક કૉન્સર્ટના શ્રોતાઓ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું કે હજ્જારો ગોળી છોડવામાં આવી હતી.
યુવતીને સલામત સ્થળે ખસેડવાનો પ્રયાસ કરી રહેલા યુવકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંગીત જલસામાં આવેલા લોકોએ નાસી છૂટવાના પ્રયાસ કરતાં ‘અંધાધૂંધી’ સર્જાઇ હોવાનું ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું.
ઘટનાસ્થળેથી નાસવાનો પ્રયાસ કરી રહેલા યુવક અને યુવતીની તસવીર.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હુમલો ભયજનક બનવાની સાથે લોકો ડરના માર્યા નાસી છૂટ્યા હતા.
બચાવકર્મીઓ સાથે વાતચીત કરી રહેલા પ્રત્યક્ષદર્શીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસે કેટલાક લોકોને ઘટનાસ્થળે જ રોકાવા, જ્યારે અન્ય લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા જણાવ્યું હતું.
નાસભાગમાં નીકળી ગયેલા પીડિતના બુટ્સની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મ્યુઝિકલ કૉન્સર્ટના ત્રીજા અને છેલ્લા દિવસે ગોળીબાર થયો હતો.
હુમલા બાદ સ્થાનિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષાકર્મીઓની તસવીર.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસે જણાવ્યું હતું કે એક શકમંદ સ્થાનિક રહેવાસી હતો અને તેને ઠાર કરવામાં આવ્યો છે.
હથિયારધારી સુરક્ષાકર્મીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસે જણાવ્યું હતું કે શકમંદની સાથે પ્રવાસ કરી રહેલી એક અન્ય વ્યક્તિને અમે શોધી રહ્યા છીએ, કારણ કે તેની પાસેથી માહિતી મળી શકે છે.
સ્થાનિકની જડતી લઈ રહેલા સુરક્ષાકર્મીઓની તસવીર.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં વાહનો તથા લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી અને ટ્રોપિકાના એવેન્યૂથી આવેલા આ પુરુષને અટકાવ્યો હતો.