ટ્રાવેલ ફોટોગ્રાફ્સ : જેને જોઈ પ્રવાસ પર જવાનું મન થઈ જાય

'પરફેક્ટ ક્લિક' માટે થોમસ કોકટાએ -40 થી -45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ત્રણ અઠવાડિયા સુધી રાહ જોઈ.

કેરેજ-લોકિંગ પર યુવતી

ઇમેજ સ્રોત, GMB AKASH / TPOTY

ઇમેજ કૅપ્શન, ભાડું ન આપવું પડે તે માટે બાંગ્લાદેશમાં આ યુવતી ટ્રેનના બે ડબ્બાને જોડતા કેરેજ-લોકિંગ સિસ્ટમ પર બેસીને યાત્રા કરી રહી છે. આ ફોટોગ્રાફ જીએમબી આકાશ નામના ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવ્યો હતો. જેને વર્ષ 2009માં 'ટ્રાવેલ ફોટોગ્રાફર ઑફ ધ યર'નો એવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ફોટોગ્રાફને લંડનના ગ્રીનવિચમાં અ ન્યૂ ફ્રી એક્ઝિબિશનમાં રાખવામાં આવ્યો હતો.
ઉનાળાની ઋતુમાં બાળક

ઇમેજ સ્રોત, REMI BENALI / TPOTY

ઇમેજ કૅપ્શન, વર્ષ - 2004, સ્થળ- કોલેન્ઝે, માલી, ફોટોગ્રાફર-રેમી બેનાલી, ફ્રાંસ. નાનો બાળક ગરમીની ઋતુમાં મંદ શીતળ પવનના આગમનને ઉજવી રહ્યો છે.
વિયેટનામનું બજાર

ઇમેજ સ્રોત, MICHAEL MATLACH / TPOTY

ઇમેજ કૅપ્શન, વર્ષ-2003, સ્થળ-હોઈ એન, વિયેતનામ, ફોટોગ્રાફર-માઈકલ મેટલેક. આ ફોટોગ્રાફ પર જજની ટિપ્પણી હતી કે, હોઈ એનનું સવારનું બજાર રંગો અને હલનચલનથી ધમધમી રહ્યું છે. આ તમામ પરિબળોને માઇકલ મેટલેકના કૅમેરાએ આબાદ રીતે ઝીલ્યાં છે.
ઘેટાંનો પરિવાર

ઇમેજ સ્રોત, GERARD KINGMA / TPOTY

ઇમેજ કૅપ્શન, વર્ષ-2005, સ્થળ-નેધરલેન્ડ્સ, ફોટોગ્રાફર-ગ્રેરાર્ડ કિંગ્મા, આ ફોટોગ્રાફ પર જજની ટિપ્પણી હતી કે, આ આકસ્મિક ક્ષણમાં ઘેટાંના નાના પરિવારની આનંદ અને સ્વતંત્રતાભરી ક્ષણોને આબાદ રીતે ઝીલવામાં આવી છે.
મેક્સિકોનો ટોપીવાળો

ઇમેજ સ્રોત, TODD WINTERS / TPOTY

ઇમેજ કૅપ્શન, વર્ષ 2005, સ્થળ-મેકિસ્કો, ફોટોગ્રાફર-ટૉડ વિન્ટર્સ, યુ.એસ.એ. મેક્સિકોના ટેપાટિટલાન શહેરમાં રસ્તા પર ટોપીઓ વેચનારો બેઠો છે. તે સૂઈ રહ્યો છે કે પછી તેણે પહેરેલી ટોપી રાખવા માટે સ્ટેન્ડ ન હોવાથી તેણે ટોપી પહેરી છે? કે પછી તેણે પહેરેલી ટોપી વેચાઈ ગઈ છે?
હોળી

ઇમેજ સ્રોત, PORAS CHAUDHARY / TPOTY

ઇમેજ કૅપ્શન, સ્થળ-2009, સ્થળ-મથુરા, ઉત્તર પ્રદેશ, ભારત. ફોટોગ્રાફર પોરસ ચૌધરી. હોળીના જીવંત અને ઉત્સાહભર્યા તહેવારનો સમયગાળો શિયાળાનું સમાપન અને ઉનાળાનું આગમન સૂચવે છે.
કેડેડિયન આર્કટિક

ઇમેજ સ્રોત, THOMAS KOKTA / TPOTY

ઇમેજ કૅપ્શન, વર્ષ-2011, સ્થળ-કેનેડિયન આર્કટિક, ફોટોગ્રાફર-થોમસ કોકટા, જર્મની. ફોટોગ્રાફર થોમસ કોકટા કહે છે, "સૂર્યના વાતાવરણમાંથી આવતાં વીજભારિત કણો અને પૃથ્વીના વાતાવરણમાં રહેલા ગેસ વચ્ચે અથડામણ થવાના કારણે કુદરતી લાઈટ-શૉની રચના થાય છે. આ ઘટનાને કૅમેરામાં કેદ કરવા હું વર્ષ 2011માં -40 અંશ સેલ્સિયસથી -45 અંશ સેલ્સિયસ તાપમાનમાં હું ત્રણ અઠવાડિયા સુધી રાહ જોઈ રહ્યો હતો."
બીવા નામનો યોદ્ધા

ઇમેજ સ્રોત, JAN SCHLEGEL / TPOTY

ઇમેજ કૅપ્શન, વર્ષ-2012, સ્થળ-ઓમો નદીની ખીણ, ઇથોપિયા, ફોટોગ્રાફર-જેન સ્કેલગેલ, જર્મની. બિવા 'કારો' ટ્રાઇબનો યોદ્ધા છે. તેનું કહેવું છે કે, તેણે ત્રણ સિંહ, ચાર હાથી, પાંચ દીપડા, ઘણી ભેંસોનો શિકાર કર્યો છે. ઉપરાંત પાડોશી ટ્રાઇબ સાથેના યુદ્ધમાં પણ તેણે ઘણાં લોકોને માર્યાં છે. હવે ત્યાં શિકારની પરવાનગી ન હોવાથી તે જૂની રૂઢિઓ અને પૂર્વજોને યાદ કરી રહ્યો છે.
આર્કટિક

ઇમેજ સ્રોત, ALESSANDRA MENICONZI / TPOTY

ઇમેજ કૅપ્શન, વર્ષ-2012, સ્થળ-સાઇબિરીયા, રશિયા, ફોટોગ્રાફર-અલેસાન્દ્રા મેનીકોન્ઝી, સ્વિત્ઝર્લેન્ડ આર્કટિકની પેલે પાર 'નેન્ટેસ'ન નામનો સમૂહ રહે છે. ઑવરકોટમાં દેખાઈ રહેલી ઓ છોકરી ઇંઘણના લાકડાં લાવી રહી છે.
કિન્શાસાની ગલીઓ

ઇમેજ સ્રોત, JOHNNY HAGLUND / TPOTY

ઇમેજ કૅપ્શન, વર્ષ-2014, સ્થળ-કિન્શાસા, ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો, ફોટોગ્રાફર-જ્હોની હગ્લાંડ, કૉંગોમાં 'લેસ સપ્રેસ' નામનું એક સમૂહ છે. જેઓ મોંઘા-ડિઝાઈનર કપડાં પહેરી કિન્શાસાની ગલીઓમાં ફરતાં જોવા મળે છે. ગરીબી છતાં તેઓ કંઈક અલગ કરી રહ્યા છે તેવું દર્શાવવા તેઓ આ પ્રવૃત્તિ કરે છે. મહત્વની વાત એ છે કે ફોટોગ્રાફમાં રહેલા તમામ લોકોને પરિવાર, બાળકો અને સામાન્ય નોકરી છે.