કચ્છમાં કિન્નરોએ હિંદુ-મુસ્લિમ યુવક યુવતીઓનાં સમૂહલગ્ન કરાવી પ્રેરણાદાયક પહેલ
કચ્છના અંજાર ખાતે એક અનોખો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો.
તેમાં ખાસ વાત એ હતી કે તેનું આયોજન સ્થાનિક કિન્નર સમાજ દ્વારા કરાયું હતું.
ઉપરાંત તેનો તમામ ખર્ચ પણ કિન્નર સમાજના જ એક અગ્રણીએ ઉપાડ્યો હતો.
સ્થાનિક કિન્નરોનું કહેવું છે કે તેમણે આ સમારોહનું આયોજન સમાજને પ્રેરણા આપવા માટે કર્યું છે.
આ સમૂહલગ્નના આયોજનમાં તમામ સમાજનાં યુવક-યુવતીઓ માટે એક જ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી હતી.
જુઓ, સરાહનીય પહેલનો વીડિયો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં- Facebook પર અહીં , Instagram પર અહીં , YouTube પર અહીં , Twitter પર ફૉલો કરવા અહીં ક્લિક કરો.
