માનસિક અસ્વસ્થ મહિલાઓની નિ:સ્વાર્થ સેવા કરતી સંસ્થા જે બની મહિલાઓ માટે સુખનું સરનામું

વીડિયો કૅપ્શન, માનસિક અસ્વસ્થ મહિલાઓની નિ:સ્વાર્થ સેવા કરતી સંસ્થા જે બની મહિલાઓ માટે સુખનું સરનામું

ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે એક એવું આશ્રમ ચાલી રહ્યું છે જે વિનામૂલ્યે માનસિક અસ્વસ્થ એવી નિરાધાર મહિલાઓ માટે આશ્રયસ્થાન બન્યું છે.

આવી અવસ્થામાં જ્યારે સ્વજનો પણ તરછોડી મૂકે છે ત્યારે આ આશ્રમ આવા લોકો માટે આશાનું એક કિરણ બન્યો છે.

આ આશ્રમને એક ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.

અહીં માનસિકપણે અસ્વસ્થ મહિલાઓનો નિ:સ્વાર્થ સેવાયજ્ઞ પાછલાં ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે.

અહીં સારવાર, રહેવા અને જમવા સહિતની આધુનિક સુવિધાઓ આ મહિલાઓને પૂરી પાડી ઘર જેવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરાયો છે.

આશ્રમના સંચાલક અશોકભાઈ જૈન અને તેમની ટીમ દ્વારા માનસિક અસ્વસ્થ મહિલાઓની સતત, સર્વાંગી સેવા માટે આ પ્રયાસ શરૂ કરાયો હતો, જે આજે આવાં ઘણાં મહિલાઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે.

જુઓ આ સરાહનીય પ્રયાસની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન