પ્લાસ્ટિક પ્રદૂષણ : એ યુવતી જે કચરો વીણીને બનાવે છે સુંદર ફર્નિચર

વીડિયો કૅપ્શન, એ આઇડિયા જે દુનિયાને પ્લાસ્ટિકમુક્ત કરવા કામ લાગી શકે છે

પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવો એક મોટી સમસ્યા છે. પ્લાસ્ટિકના કચરાને કારણે અનેક પ્રકારનાં પ્રદૂષણની સમસ્યા ઊભી થઈ છે જેમ કે વાયુપ્રદૂષણ, જમીન અને પાણીનું પ્રદૂષણ.

ભારતની રાજધાની દિલ્હી અને તેની આસપાસનો વિસ્તાર તો દુનિયાનાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં આવે છે.

જોકે દિલ્હી નજીક નોયડાના કેટલાક નાગરિકોએ પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે એક અનોખી પહેલ શરૂ કરી છે.

સ્વચ્છતાની આ ઝુંબેશમાં આઈપીસીએ નામની એક સ્વયંસેવી સંસ્થા નાગરિકોની મદદ કરી રહી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન