શ્રીલંકામાં બાર વર્ષથી પોતાના પરિવારની રાહ જોતાં એક મહિલાની વ્યથા

વીડિયો કૅપ્શન, શ્રીલંકામાં બાર વર્ષથી પોતાના પરિવારની રાહ જોતા દાદીની વ્યથા

શ્રીલંકા હાલ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જોકે, આર્થિક સંકટ પહેલાં આ દેશ ગૃહયુદ્ધ સામે ઝૂઝી રહ્યો હતો.

એ વખતે શ્રીલંકામાંથી લઘુમતી તામિલો માટે અલગ દેશની માગ કરનારા એલટીટીઈની રાજકીય પાંખમાં થાંગવેલ સત્યદેવીના જમાઈ કાર્યરત હતા.

એ વખતે તેમનાં પુત્રી અને ત્રણ બાળકોને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યાં હતાં.

એ વાતને બાર વર્ષનાં વહાણાં વહી ગયાં હોવા છતાં પણ તેઓ પરત ફર્યાં નથી અને થાંગવેલ સત્યદેવી હજુ પણ એમની રાહ જોઈ રહ્યાં છે.

જુઓ આ વીડિયો રિપોર્ટ.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો