Election Results: વિધાનસભાની ચૂંટણીમાં મતોની ગણતરી કેવી રીતે થાય છે અને તેના નિયમો શું હોય છે?
ભારત દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશોમાંથી એક છે. દેશમાં 40થી વધારે રાજકીય પક્ષો માટે લાખો મતદાતાઓ, એકથી વધારે તબક્કામાં મતદાન કરે છે.
એક સમયે ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થતું હતું પરંતુ 2004થી ભારતમાં EVMથી મતદાન થાય છે છતાં ભારતીય ચૂંટણી સૌથી જટિલ અને લાંબા ગાળાની હોય છે.
જેની માટે ચૂંટણીપંચ મહિનાઓ પહેલાં તૈયારી કરે છે. જોકે ભાગ્યે જ એવી ચૂંટણી હશે જેમાં ઈવીએમનો મુદ્દો ન ઉઠતો હોય. ત્યારે આ વીડિયોમાં જાણીએ કે મતગણતરી અને પરિણામોની ઘોષણા કેવી રીતે થાય છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો