મોદીનો જન્મદિન : ગુજરાતના CMથી ભારતના પીએમ સુધીની સફર તસવીરોમાં

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ભાજપ દ્વારા આખા દેશમાં અલગઅલગ રીતે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા બાદ 2014માં ભારતના વડા પ્રધાન બન્યા હતા, તેઓ તેમની વાકછટા અને આગવા ભાષણથી કાર્યકરોમાં લોકપ્રિય મનાય છે. અમદાવાદમાં 2002માં લોકોને સંબોધતાં.
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ઍર રાઇફલ પર હાથ અજમાવતી વખતે અમદાવાદમાં.
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા એ સમયે ભારત-પાકિસ્તાન સરહદે આવેલા કચ્છની મુલાકાત લીધી હતી.
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ સાથે, કેશુભાઈ પટેલ બાદ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા.
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, The India Today Group

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી પ્રસંગો પ્રમાણે પહેરવેશ ધારણ કરતા રહે છે. ગુજરાતના મુખ્ય મંત્રી હતા એ સમયની એક તસવીર.
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય સંસદની બહાર લોકોને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિમંદિર અડાલજ ખાતેની શિબિરમાં.
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે.
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી કચ્છના રણોત્સવ દરમિયાન હથેળીમાં ચાંદ હોય એવી રીતે પોઝ આપતી વેળાએ.
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતી અભિનેત્રી મોના થીબા સાથે.
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી તેમનાં માતા હીરાબા સાથે. નરેન્દ્ર મોદી અવારનવાર તેમનાં માતાને મળતાં રહે છે. જ્યારે પણ ગુજરાત આવે ત્યારે તેઓ માતાની અચૂક મુલાકાત લેતા હોય છે.
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુનાઇટેડ નેશન્સમાં ક્લાઇમેટ ઍક્શન સમિટ દરમિયાન ન્યૂયૉર્કમાં સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં લાલ કિલ્લા પરથી 75મા સ્વાતંત્ર્યદિવસ નિમિત્તે દેશવાસીઓને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી.