જામનગર-રાજકોટમાં ભારે વરસાદથી તબાહીનાં દૃશ્યો, કેટલાંય ગામો બેટમાં ફેરવાયાં

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને પગલે જનજીવન ખોરવાયું છે.

સૌરાષ્ટ્ર

ઇમેજ સ્રોત, DARSHAN THAKKER

ઇમેજ કૅપ્શન, છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને પગલે જનજીવન ખોરવાયું છે. ખાસ કરીને રાજકોટ અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.
ગુજરાતમાં વરસાદ, ભૂપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, DARSHAN THAKKER

ઇમેજ કૅપ્શન, સૌરાષ્ટ્રમાં વરસાદને પગલે સ્થિતિ એટલી ગંભીર છે કે સોમવારે શપથ લેનારા ગુજરાતના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિમંત્રી આર.સી. ફળદુ સાથે જામનગરની મુલાકાત લીધી હતી. પટેલે ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી અને અસરગ્રસ્તોને તમામ મદદ સહાયની ખાતરી આપી હતી.
ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, DARSHAN THAKKER

ઇમેજ કૅપ્શન, સૌરાષ્ટ્રમાં વરસાદને પગલે સ્થિતિ એટલી ગંભીર છે કે સોમવારે શપથ લેનારા ગુજરાતના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિમંત્રી આર.સી. ફળદુ સાથે જામનગરની મુલાકાત લીધી છે.
ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, DARSHAN THAKKER

ઇમેજ કૅપ્શન, હવામાનવિભાગ અનુસાર રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં 4થી 23 ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસ્યો છે તો અન્ય જિલ્લાઓમાં પણ 1થી 4 ઇંચ વરસાદ થયો છે. સોમવારે સાંજે પણ સતત વરસાદ રહ્યો હતો. વરસાદના પગલે સૌરાષ્ટ્ર પંથકમાં ઠેરઠેર માર્ગ વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. રેલવ્યવહાર પણ ખોરવાયો છે.
ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, DARSHAN THAKKER

ઇમેજ કૅપ્શન, રાજકોટ-જામનગર સહિતના સ્થળોએ વરસાદના પાણીએ પૂરની સ્થિતિ સર્જી છે. ફાયરબ્રિગેડ, એન.ડી.આર.એફ., ઍરફૉર્સ દ્વારા કેટલાય વિસ્તારોમાં બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Hanif Khokhar

ઇમેજ કૅપ્શન, સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર બચાવ કામગીરીમાં જોતારાયું છે.
ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, BIPIN tANKARIYA

ઇમેજ કૅપ્શન, જૂનાગઢ-અમરેલી-રાજકોટના ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં પાણી ઘૂસી જતા પાકને પણ નુકસાન થયું છે. તસવીર રાજકોટમાં પડેલા ભારે વરસાદને દર્શાવે છે.