દિલીપ કુમાર: બોલીવૂડના ‘ટ્રેજેડી કિંગ’ના જીવનની યાદગાર તસવીરો

‘ટ્રેજેડી કિંગ’ના નામથી પ્રખ્યાત દિલીપ કુમારનું લાંબી માંદગી બાદ મુંબઈમાં અવસાન થયું છે. જુઓ હિંદી સિનેમાને નવી ઊંચાઈએ લઈ જનાર નાયકની કેટલીક દુર્લભ તસવીરો, જે બીબીસીને તેમનાં પત્ની સાયરા બાનુ દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે

દિલીપ કુમાર
ઇમેજ કૅપ્શન, આ તસવીર 2011ની છે. જ્યારે પીઢ અભિનેતા સાથે કંઈક આવી રીતે રૂબરૂ થયા હતા અભિનેતા આમિર ખાન.
દિલીપ કુમાર
ઇમેજ કૅપ્શન, એક સમારોહમાં સલમાન ખાન, આમિર ખાન અને શત્રુઘ્ન સિંહા સાથે દિલીપ કુમાર. દર વર્ષે તેમના જન્મદિવસે બોલીવુડના ઘણા નામચીન કલાકાર દિલીપકુમારના ઘરે ભેગા થાય છે.
દિલીપ કુમાર અને શાહરુખ ખાન
ઇમેજ કૅપ્શન, અભિનેતા શાહરુખ ખાન સાથે દિલીપ કુમાર. શાહરુખ ઘણી વખત માની ચુક્યા છે કે દિલીપ કુમાર તેમને સૌથી વધારે ગમતા કલાકાર છે. એક વખત દિલીપ કુમારનાં પત્ની સાયરા બાનુએ કહ્યું પણ હતું કે જો તેમનો દીકરો હોત તો તે શાહરુખ જેવો જ હોત.
દિલીપ કુમાર અને સાયરા બાનુ

ઇમેજ સ્રોત, Saira Bano

ઇમેજ કૅપ્શન, સાયરા બાનુ સાથે 1970ની ફિલ્મ ‘ગોપી’માં દિલીપ કુમાર. સાયરાએ દિલીપ કુમાર સાથે ‘સગીના’ અને ‘બૈરાગ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
દિલીપ કુમાર અને પ્રેમનાથ

ઇમેજ સ્રોત, Saira Bano

ઇમેજ કૅપ્શન, 1950 અને 1960ના દાયકાના પ્રખ્યાત ખલનાયક પ્રેમનાથ (જમણે) દિલીપ કુમાર સાથે.
દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજકપૂર

ઇમેજ સ્રોત, Saira Bano

ઇમેજ કૅપ્શન, ભારતીય સિનેમાની પ્રખ્યાત ત્રિમૂર્તિ. દેવ આનંદ, રાજ કપૂર અને દિલીપ કુમાર. 1940, 1950 અને 1960ના દાયકામાં ત્રણેયની બૉક્સ ઑફિસ પર પ્રતિદ્વંદ્વિતા પ્રખ્યાત હતી. પરંતુ ત્રણેય અંગતપણે એક બીજાના સારા મિત્રો હતા. રાજ કપૂર અને દિલીપ કુમાર એક બીજાને ઘણા પસંદ કરતા હતા. રાજ કપૂર, દિલીપ કુમારના અભિનયના પ્રશંસક હતા.
દિલીપ કુમાર અને દેશના પ્રથમ વડા પ્રધાન જવાહલાલ નહેરુ

ઇમેજ સ્રોત, Saira Bano

ઇમેજ કૅપ્શન, આ તસવીર 1950ના દાયકાની છે, જેમાં દિલીપ કુમાર ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે દેખાઈ રહ્યા છે.
પ્રશંસકોથી ઘેરાયેલા દિલીપ કુમાર

ઇમેજ સ્રોત, Saira Bano

ઇમેજ કૅપ્શન, પોતાના પ્રશંસકોથી ઘેરાયેલા દિલીપ કુમાર. 1940ના દાયકામાં તેમણે ફિલ્મ ‘જવાર ભાટા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. દિલીપ કુમારનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો અને ત્યાં પણ તેમના પ્રશંસકો ઓછા નહોતા. તેમને 1997માં પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-ઇમ્તિયાઝ’થી સન્માનિત કરાયા હતા.
દિલીપકુમાર, સાયરા બાનુ અને અભિનેતા રાજકુમાર

ઇમેજ સ્રોત, Saira Bano

ઇમેજ કૅપ્શન, દિલીપ કુમાર અને સાયરા બાનુને તેમનાં લગ્ન નિમિત્તે અભિનંદન પાઠવતાં અભિનેતા રાજકુમાર. દિલીપ અને શાયરાનાં લગ્ન 1966માં થયાં હતા. સાયરા, દિલીપ કરતાં 22 વર્ષ નાનાં છે.
દિલીપ કુમાર અને અભિનેત્રી વહિદા રહમાન

ઇમેજ સ્રોત, Saira Bano

ઇમેજ કૅપ્શન, એક ફિલ્મના દૃશ્યમાં દિલીપ કુમાર અને વહીદા રહમાન. બંને ‘દિલ દિયા દર્દ લિયા’, ‘રામ ઔર શ્યામ’, ‘આદમી’ અને ‘મશાલ’ જેવી ફિલ્મોમાં એકસાથે કામ કરી ચુક્યાં છે.
દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એક સાથે

ઇમેજ સ્રોત, Saira Bano

ઇમેજ કૅપ્શન, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે દિલીપ કુમાર. અમિતાભ બચ્ચન, હંમેશાંથી દિલીપ કુમારને પોતાના આદર્શ માને છે. બંનેએ એક સાથે માત્ર એક જ ફિલ્મમાં કામ કર્યું છે. તે છે 1982ના વર્ષમાં આવેલી રમેશ સિપ્પી નિર્દેશિત ફિલ્મ ‘શક્તિ’