ઇન્ટરનેટ વગર કાશ્મીરમાં કેવી રીતે કામ કરે છે પત્રકારો
પાંચ ઑગસ્ટના રોજ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાની સાથે જ ખીણમાં માહિતીસંચારનાં માધ્યમો અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દીધો હતો.
બીબીસી સંવાદદાતા રિયાઝ મસરૂરના અહેવાલ અનુસાર, કાશ્મીરના લોકોનો સંઘર્ષની કહાણી દુનિયા સુધી પહોંચાડવા માટે પત્રકારો સરકારી દેખરેખવાળા માત્ર 6 કૉમ્પ્યુટર ઉપર કામ કરવું પડે છે.
પ્રતિબંધના આ 5 મહિના દરમિયાન ક્ષેત્રમાં પત્રકારો સાથે દુર્વ્યવહાર થયાની ઘણી ઘટનાઓ સામે આવી હતી.
સ્થાનિક પત્રકારોના મતે ઇન્ટરનેટ પરના પ્રતિબંધના કારણે કાશ્મીરમાં અખબારીસ્વતંત્રતા પર પ્રશ્નચિહ્ન લાગી ગયું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો