#BBCOneMinute : ફેસબુકની મદદથી દુનિયાભરમાં વેણીનો વેપાર કરતાં મહિલાની કહાણી
કલ્પના વેણીનો વેપાર કરે છે.
તેઓ કહે છે, "એક દિવસ મેં ન્યૂઝપેપરમાં વેણી વિશે લેખ વાંચ્યો. ત્યારે આ વ્યવસાયનો વિચાર આવ્યો. મેં 2012માં વેણી વેચવાની શરૂઆત કરી. મેં એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હોવાથી આ કામ શરૂ કર્યું ત્યારે લોકો હસતાં હતા."
કલ્પનાએ એક ફેસબુક પેજ શરૂ કર્યું અને ત્યાં તસવીરો અપલોડ કરવાં લાગ્યાં.
પછી અમને એ પેજના માધ્યમથી ગ્રાહકોના ઑર્ડર મળવા લાગ્યા. આજે જુદા-જુદા દેશમાં એમની 45 બ્રાન્ચ છે.
જેમાં ભારત, અમેરિકા, ઑસ્ટ્રેલિયાનો જેવા દેશનો સમાવેશ થાય છે.
તેઓ કહે છે, "જ્યારે હું ફૂલો સાથે કામ કરું છું, તો મને લાગે છે કે હું ધ્યાન કરી રહી છું અને મારો સમય ઝડપથી પસાર થાય છે."
તેઓ એ જોઈને મોટા થયાં કે કેવી રીતે તેમના મમ્મી ફૂલોથી લોકોનાં વાળ સજાવતાં. જેથી તેમને પણ ફૂલોથી થતી સજાવટમાં રસ પડવા લાગ્યો.
તેઓ કહે છે, "ફૂલ આપણને શીખવે છે કે જીવન ખૂબ નાનું છે અને તેને ખુશીથી જીવવું જોઈએ."
વેણીના વેપારી કલ્પનાની સમગ્ર કહાણી માટે જૂઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો