આસામના એવા પરિવારો જેમને જીવન જીવવું કાઠું થઈ ગયું છે

અસામના બક્સા જિલ્લાના કાટાજાર ગામમાં રહેતા મુબારક હુસૈનના પરિવારના કુલ 7 સભ્યોનાં નામ એનઆરસીમાં રિજેક્ટ કરી દેવાયાં છે.

આશિયા ખાતુન નાગરિકતા સાબિત કરવા માટે ગત 4 વર્ષથી બિજાલી ફોરેન ટ્રિબ્યૂલના ચક્કર મારી રહ્યાં છે.

નિરાશ પરિવારનું કહેવુ છે કે ફોરેન ટ્રિબ્યૂનલની કાયદાકીય મૂંઝવણમાં પડવા કરતા તેઓ પોતાનું જીવન જ ટૂંકાવી દેશે.

એવા જ એક વકીલ છે. જેઓ 2014માં જ ફોરેન ટ્રિબ્યૂનલમાં પોતાને ભારતીય નાગરિક સાબિત કરી ચૂક્યા હતા.

પણ 31 ઑગસ્ટે આવેલી યાદીમાં તેમની સાથે તેમના આખા પરિવારને રિજેક્ટેડ શ્રેણીમાં મૂકી દેવાયા છે.

સુરક્ષાને કારણે તેમનો ચહેરો કે નામ જાહેર નથી કરાયાં.

જોકે, કાયદાકીય લડાઈ પૂરી ન થાય ત્યા સુધી તેમના માટે ભારતીય નાગરિકતા સપનાં જેવી જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.