11 લાખ લોકોને રોજગારી આપતો હીરાઉદ્યોગ કેમની ચમક કેમ ઘટી?

વીડિયો કૅપ્શન, વર્ષ 2018ના ઑક્ટોબરથી જ આ ઉદ્યોગને તીવ્ર અસર થવાની શરૂ થઈ ગઈ હતી.

વર્ષ 2018ના ઑક્ટોબરથી જ આ ઉદ્યોગને તીવ્ર અસર થવાની શરૂ થઈ ગઈ હતી.

રમેશ સોલંકીના ૧૯ વર્ષના દિકરાએ થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી હતી.

રત્નકલાકાર તરીકે કામ કરતા ભાવેશ સોલંકી છેલ્લા ત્રણ મહિનાથી બેરોજગાર થઈ ગયા હતા.

'ડાયમંડ વર્કર યુનિયન'ના કહેવા પ્રમાણે, આ વર્ષે 20 રત્નકલાકારોએ પોતાના જીવ લઈ લીધા છે.

ઘણાની નોકરી ગઈ છે, તો અનેકના પગાર ઘટી ગયા છે.

આ ઉદ્યોગ રાજ્યભરમાં 11 લાખ લોકોને રોજગારી આપે છે. ગુજરાતમાં આશરે સાત લાખ ડાયમંડ પૉલિશિંગ યુનિટ્સ છે.

આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે જ્યારે આર્થિક મંદી પ્રસરી રહી છે.

ત્યારે હીરાઉદ્યોગની ચમક પણ ઘટી રહી છે.

જુઓ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાનો ખાસ અહેવાલ..

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો