ભારે વરસાદને પગલે નષ્ટ થઈ રહ્યું છે શિમલાનું ઐતિહાસિક સ્થળ

વીડિયો કૅપ્શન, શિમલાનું સેજનું મેદાન

ઉત્તર ભારતના પ્રખ્યાત પ્રવાસન શહેર શિમલાનુ ઐતિહાસિક રિજ મેદાન ધીરે-ધીરે નષ્ટ થઈ રહ્યું છે.

શિમલા શહેરની શાન ગણાતા ઐતિહાસિક રિજ મેદાનમાં દરરોજ સાંજે પ્રકૃતિ, સુંદરતાનો આહ્લાદક નજારો માણવા મળે છે.

હાલમાં પડેલા ભારે વરસાદને પગલે રિજ મેદાનના અમુક ભાગો અને ખાસ તો સદીઓ પુરાણા બ્રિટિશકાળના આકર્ષણ જેવા ગેટી થિયેટરની નજીક જમીનમાં તિરાડો પડી ગઈ છે.જાણકારો માને છે કે આ એક ખતરાની ઘંટડી સમાન છે જેનાથી મોટુ જોખમ પેદા થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો