કાબુલ : એ વરરાજાની વ્યથા જેમના લગ્નમાં બૉમ્બવિસ્ફોટ થયો
શું થાય જ્યારે કોઈનું લગ્ન હોય અને જાનમાં આવનારા તમામ લોકો મોતને ભેટે?
આ દુઃખ ભોગવી રહ્યા છે કાબુલના મિરવાઇસ એલ્મી...
શનિવારે કાબુલમાં તેમના લગ્નની ઉજવણી, માતમમાં ફેરવાઈ જ્યારે ઘટના સ્થળે બોમ્બ વિસ્ફોટ થતાં 63 જાનૈયાઓનાં મૃત્યુ થયાં.
એક જ પરિવારના 13 લોકોને આ સામૂહિક કબરમાં દફન કરાયા છે.
કથિત ઇસ્લામિક સ્ટેટ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
જ્યારે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આ હુમલાને બર્બરતા ગણાવતા તાલિબાનને આ માટે જવાબદાર ગણાવ્યું છે.
તેમનો આરોપ છે કે અમેરિકા- અફઘાન શાંતિ વર્તા વચ્ચે તાલિબાન આતંકવાદીઓને પ્લૅટફૉર્મ આપી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો