જાણો અમદાવાદના પતંગના માંજોનું લખનૌ કનેકશન
ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. અમદાવાદની પોળોમાં નજર કરીએ તો ઠેર-ઠેર પતંગો અને માંજાઓથી સમગ્ર નજારો રંગબેરંગી થઈ ચૂક્યો છે.
અહીં રસપ્રદ વાત એ છે કે મકરસંક્રાંતીના પર્વ નિમિત્તે ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે ખાસ સંબંધ છે.
ઉત્તર પ્રદેશના લખનૌથી આવેલા અને ત્રણ પેઢીથી આ કામ કરનારા ભુપેશ સોનકર છેલ્લાં 30 વર્ષોથી ગુજરાતમાં આવે છે અને પતંગની દોરી બનાવવાનું કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં પતંગ અને માંજાનું મોખરાનું બજાર અમદાવાદ છે.
જુઓ અમદાવાદથી તેજસ વૈદ્યનો અહેવાલ, કૅમેરામેન પવન જ્યસ્વાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો