કેરળમાં વરસાદના કહેરથી 100થી વધુનાં મોત, 1 લાખથી વધુ બેઘર

તંત્રએ બચાવ અભિયાન હાથ ધરી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.

એક વ્યક્તિ બેરલની બોટ બનાવીને સુરક્ષિત સ્થળે જઈ રહ્યાં છે.

ઇમેજ સ્રોત, PRAKASH ELAMAKKARA

ઇમેજ કૅપ્શન, ભારે વરસાદને પગલે કોચી શહેર બેટમાં ફેરવાઈ ગયું છે. તંત્રએ બચાવ અભિયાન હાથ ધરી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.
કોચી સ્થિત નદી બે કાંઠે વહી રહી છે

ઇમેજ સ્રોત, PRAKASH ELAMAKKARA

ઇમેજ કૅપ્શન, દક્ષિણ ભારતનું રાજ્ય કેરળ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી બેહાલ પરિસ્થિતિમાં છે. છેલ્લા ઘણાં દિવસોથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય થવાને કારણે કેરળમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે મૃત્યુઆંક 37 પહોંચી ગયો છે.
ભારે વરસાદને પગલે લોકનાં ઘરોમાં પાણી ઘૂસી ગયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોચીનો એર્નાકૂલમ જિલ્લો વરસાદની ખૂબ જ પ્રભાવતિ થયો છે. ભારે વરસાદને પગલે લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
રાજ્યના 22 ડેમોના દરવાજા ખોલી નાખતા શહેરોમાં પાણી ઘૂસી ગયું

ઇમેજ સ્રોત, PRAKASH ELAMAKKARA

ઇમેજ કૅપ્શન, રાજ્યમાં ભારે વરસાદને પગલે બે દિવસમાં 22 ડેમોનાં દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે જેને પગલે પાણી શહેરોમાં ઘૂસી ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાનું દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારે વરસાદને પગલે લોકોને બચવાના ફાંફાં પડી રહ્યાં છે. તંત્રએ એર્નાકૂલમ સહિત ઇડુક્કી, કોટ્ટાયમ, મલપ્પુરમ, પલક્ક્ડ જેવા વિસ્તારોમાં રેડ ઍલર્ટ જાહેર કરી છે.
એક મહિલાની તસવીર જેમનાં ઘરમાં પાણી ઘૂસી ગયું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાણીની આવક વધવાને કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. આ તસવીર રાજધાની કોચીના એર્નાકૂલમ જિલ્લાની છે.
ભૂસ્ખલનને પગલે જમીનમાં વાહનો ઘસી ગયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારે વરસાદ સાથે ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ હતી જેને પગલે વૃક્ષો ધરાશાયી થયાં હતાં. ઘણી જગ્યાએ વાહનો પણ જમીનમાં ધસી પડ્યાં હતાં.
ભૂસ્ખલનને પગલે ઘરો ધરાશાયી થઈ ગયા

ઇમેજ સ્રોત, PRAKASH ELAMAKKARA

ઇમેજ કૅપ્શન, એર્નાકૂલમ જિલ્લામાં ઘણાં ઘરો ધરાશાયી થયા છે. જેને પગલે લોકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઇદામલાયર ડેમમાં પાણીની સપાટી વધતા દરવાજા ખોલી નાખવામાં આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજ્યામાં આવેલા ઇદામલાયર ડેમમાં પાણીની સપાટી 169 મીટરથી વધતા દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આ ડેમ ઇદામલાયર નદી પર બાંધવામાં આવ્યો છે.