આસામના આ લોકો સામે નાગરિકતા બચાવવાનો પડકાર

વીડિયો કૅપ્શન, આસામના લોકો સામે નાગરિકતા બચાવવાનો પડકાર

આસામમાં નાગરિકતા મામલે કેન્દ્ર સરકાર એક કવાયત હાથ ધરી રહી છે, જેમાં રાજ્યમાં રહેતાં લોકોની નોંધણી કરવામાં આવી રહી છે.

તેના અંતર્ગત સ્થાનિકોએ પુરાવા સાથે તેઓ ભારતના નાગરિક છે તેવું પુરવાર કરવાનું છે.

વર્ષ 1951માં સૌપ્રથમ નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ તૈયાર કરાયું હતું. આસામ આવું રજિસ્ટર તૈયાર કરનારું એક માત્ર રાજ્ય છે.

આસામ સાથે મેઘાલય, નાગાલૅન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરાની સરહદ આવેલી છે.

પરંતુ આસામમાં સરકારની આ કવાયતથી વર્ષોથી રહેતાં લોકોને ડર લાગી રહ્યો છે.

તેમને એવું છે કે જો નાગરિકતા પુરવાર નહીં થશે તો તેઓ ક્યાં જશે.

આસામમાં જે લોકો નાગરિકતા પુરવાર નથી કરી શક્યા તેમને અટકાયત કૅમ્પમાં રાખવામાં આવ્યા છે.

પરિવારો વિખેરાઈ જવાનો ડર ત્યાંના લોકોને સતાવી રહ્યો છે.

બીબીસીએ આસામમાં આવા જ એક પરિવાર સાથે વાતચીત કરી.

30 વર્ષીય જુતિકા નામની મહિલાના પતિ આવા જ એક અટકાયત કેન્દ્રમાં છે.

તેમનો પરિવાર આર્થિક સમસ્યાઓ ઝેલી રહ્યો છે. તેવામાં આ નાગરિકતા સંબંધિત સમસ્યા આવી છે.

જુઓ આ પરિવારની આપવીતી. નવું ડ્રાફ્ટ રજિસ્ટર જાહેર થવામાં માત્ર બે દિવસ બાકી છે.

સમગ્ર અહેવાલ માટે જુઓ આ વીડિયો.

શૂટ એડિટ - દેબલિન

રિપોર્ટર - નીતિન શ્રીવાસ્તવ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો