રૉયલ વેડિંગમાં જોડાશે સસ્તાં સેનિટરી પૅડ બનાવતી ભારતીય મહિલાઓ

વીડિયો કૅપ્શન, રૉયલ વેડિંગમાં જોડાશે સસ્તાં સેનિટરી પૅડ બનાવતી ભારતીય મહિલાઓ

પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલનાં લગ્ન 19મેનાં રોજ યોજાશે. તેમના લગ્નની ખાસ વાત એ છે કે તેમણે પોતાનાં લગ્નમાં આવતાં મહેમાનોને તેમને ભેટ આપવાને બદલે કેટલીક ચેરિટી સંસ્થાઓને ડોનેશન આપવા કહ્યું છે.

મુંબઈનું માયના મહિના ફાઉન્ડેશન એકમાત્ર એવું એનજીઓ છે કે જે યુકે સાથે જોડાયેલું નથી પરંતુ રૉયલ કપલે મદદ કરવા માટે પસંદ કરી છે.

મુંબઈ સ્થિત આ સંગઠન સાથે જોડાયેલી મહિલાઓ પોતાનાં કામના માધ્યમથી ગરીબ મહિલાઓને મદદ કરે છે.

સંગઠન સસ્તાં સેનિટરી પૅડ અપાવે છે અને સાથે સાથે મહિલાઓને રોજગાર પણ આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો