મુંબઈ : સચિનનું બેટ રિપેર કરનાર કોણ છે આ ‘બેટમેન’

વીડિયો કૅપ્શન, મુંબઈ : ક્રિકેટરોના બેટ રિપેર કરનાર આ માસ્ટર કોણ છે?

તમે ક્રિકેટ મેચમાં જોતા જ હશો કે પાવરફુલ શૉટ ફટકાર્યા પછી ઘણી વાર બેટ્સમેનનું બેટ તૂટી જાય છે.

પણ બીજી મેચમાં બેટ્સમેન તેના એજ બેટ સાથે રમતો જોવા મળે છે.

બેટને સાંધવામાં આવેલું હોય છે. મોટાભાગે બેટ્સમેન તેમને પસંદ પડ્યું હોય તેવા બેટ સાથે જ રમવાનું પસંદ કરતા હોય છે.

પણ આ તૂટેલું બેટ કઈ રીતે રિપેર થાય છે અને તેને કોણ આટલા જલ્દી રિપેર કરી આપે છે?

બેટ રિપેર કરવું એક કળા છે. મુંબઈની એક 65 વર્ષીય વ્યક્તિ દિગગ્જ બેટ્સમેનોના બેટ રિપેર કરી આપે છે.

સચિનથી લઈને સ્ટીવ સ્મીથ સુધીના ક્રિકેટરોના બેટ તેઓ રિપેર કરે છે. તેમનું કહેવું છે કે દર વર્ષે તેમની દુકાને હજારો બેટ રિપેર માટે આવે છે.

મુંબઈમાં દાયકાઓથી તેમની બેટની આ દુકાન આવેલી છે. કોણ છે આ વ્યક્તિ અને કઈ રીતે તેઓ બેટને સાંધે છે તે જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો