You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રેડ વૉર શું છે? ભારત પર તેની શું અસર થાય?
અમેરિકા અને ચીન આયાત નિકાસ મુદ્દે આમને-સામને આવતા ટ્રેડ વૉરની અટકળો લાગી હતી.
જો કે બન્ને દેશો કોશિશ કરી રહ્યા છે કે ટ્રેડ વૉર ન થાય. પરંતુ ખરેખર આ ટ્રેડ વૉર છે શું અને ભારત પર એની શું અસર થઈ શકે છે?
ડિક્શનરીના અર્થ પ્રમાણે આ એક પ્રકારનો આર્થિક ઝઘડો છે.
પોતાના લાભ માટે એક દેશ બીજા દેશને નુકસાન પહોચાડવા માટે આયાત ઉપર નિકાસ પ્રતિબંધ લગાડે છે. ક્યારેક આ પાબંદી નિકાસ પર પણ લાગી શકે છે.
અમેરિકા ચીનથી સામાન વધારે મંગાવે છે પરંતુ નિકાસ ઓછી કરે છે. એટલે વેપારમાં તેને નુકસાન થાય છે.
એનો અર્થ એ થયો કે અમેરિકાના વેપાર ખાધમાં વધારો થયો છે. એટલે અમેરિકામાં બેકારી વધી શકે છે.
આ જ કારણે ટ્રમ્પ સરકારે ચીનથી આયાત થતી 60 બિલિયન અમેરિકન ડૉલરની વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી.
પહેલી વાર ટ્રેડ વૉર 1930માં જોવા મળ્યું હતું. જ્યારે અમેરિકી સંસદે સમૂટ-હૉલે કાયદો પસાર કર્યો હતો. જેના પરિણામે દુનિયાભરમાં મંદી ફેલાઈ ગઈ હતી.
'Associated Chambers of Commerce and Industry of India' (ASSOCHAM) એ પણ કહ્યું છે ટ્રેડ વૉર વૈશ્વિક સ્તર પર ફેલાશે તો ભારત પર પણ તેની અસર જોવા મળશે.
જો દેશના નિકાસમાં ઘટાડો થાય તો રાજકોષીય ખાધ વધી શકે છે અને જીડીપીની સ્પીડ ધીમી પડી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો