મેઘાલય : આ ગામને એશિયાના સૌથી સ્વચ્છ ગામનું બિરુદ મળ્યું છે

વીડિયો કૅપ્શન, મેઘાલય : આ ગામને એશિયાના સૌથી સ્વચ્છ ગામનું બિરુદ મળ્યું છે

પૂર્વોત્તરની દરેક વાત કંઈક ખાસ હોય છે. વળી અહીંના પુલ પણ ખાસ છે.

કેમકે તેને રબર બનાવવા માટે જરૂરી પદાર્થ ધરાવતા વૃક્ષોમાંથી બનાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ આ ગામનો ઉલ્લેખ કર્યો હતો.

અહીં દરેક ઘરે શૌચાલય છે અને ગામમાં દરેક ખૂણે બામ્બુની કચરાપેટીઓ છે.

ગામમાં સ્વચ્છતાનું ધોરણ ખૂબ જ ઊંચું છે.

વળી ગામવાસીઓ જાતે જ આ ગામને આટલું સ્વચ્છ રાખે છે.

ગામની સુંદરતાને માણવા દર વર્ષે પ્રવાસીઓ અહીં આવે છે.

આ ગામ કઈ રીતે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ બન્યું તેની સફર જાણવા જેવી છે.

પણ આ ગામ સામે હવે એક બાબત સમસ્યા બની રહી છે.

આ સમસ્યા શું છે અને ગામમાં કોણે શરૂ કર્યું હતું સ્વચ્છતા અભિયાન તે જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો