ગુજરાતનું આ ગામ શા માટે કહેવાય છે ‘મિની ભારત?’

જલારામવાળું નહીં પરંતુ આ છે બીજું વીરપુર જે મિની ભારતથી ઓળખાય છે.

વીરપુર ગ્રામ પંચાયત

ઇમેજ સ્રોત, UMARFARUK KHANUSIYA

ઇમેજ કૅપ્શન, હિમ્મતનગર તાલુકાના વીરપુર ગામના લોકોએ નક્કી કર્યું કે કોઈ નેતા, કે ધર્મના નામે ગામના વિસ્તારોને ઓળખાવા નથી. અને પછી શરૂ થઈ ગામના વિસ્તારોને અલગ નામ આપવાની ઝુંબેશ.
ગામના વિસ્તારોના નામ લખેલું બોર્ડ

ઇમેજ સ્રોત, UMARFARUK KHANUSIYA

ઇમેજ કૅપ્શન, ગામમાં પ્રવેશતા જ જોવા મળે છે અલગ અલગ રાજ્યોનાં નામ સાથેના મહોલ્લા. કશ્મીરથી લઈને કેરળ અને ગુજરાતથી લઈને મિઝોરમ. આ તમામ રાજ્યોનાં નામથી અહીંનાં ફળિયાં છે. અહીં અત્યારે 26 રાજ્યો અને કેન્દ્રપ્રશાસિત પ્રદેશોનાં નામ આપવામાં આવ્યા છે.
રાજસ્થાન અને સિક્કિમ પાર્કનું બોર્ડ

ઇમેજ સ્રોત, UMARFARUK KHANUSIYA

ઇમેજ કૅપ્શન, આ સિવાય જેમ જેમ નવા મહોલ્લા તૈયાર થતા જશે તેમ તેમ નવાં નામ આપવામાં આવશે. ગામના લોકો વિશે સરપંચ મુજબ આ ગામમાં મુસ્લિમો અને અનુસૂચિત જાતિ સહિતના લોકોની વસતિ વધારે છે. પરંતુ તેઓ ધર્મ કે નાત-જાતનો ભેદભાવ રાખતા નથી.
કાશ્મીર પાર્કનું બોર્ડ

ઇમેજ સ્રોત, UMARFARUK KHANUSIYA

ઇમેજ કૅપ્શન, દરેક પાર્કમાં રહેતા પરિવારનાં નામ પણ બોર્ડ પર દર્શાવવામાં આવે છે. જેથી ગામમાં આવનાર કોઈપણ વ્યક્તિને મુશ્કેલી ના પડે.
ગામનો એક વિસ્તાર

ઇમેજ સ્રોત, UMARFARUK KHANUSIYA

ઇમેજ કૅપ્શન, આ ગામમાં અન્ડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા છે. ઉપરાંત દરરોજ ઘરે ઘરેથી કચરો ઉપાડવા વાહન આવે છે.
દિલ્હી પાર્કનું સાઇનબોર્ડ

ઇમેજ સ્રોત, UMARFARUK KHANUSIYA

ઇમેજ કૅપ્શન, સરપંચ કહે છે તેમનો અને તેમની ટીમનો પૂરો પ્રયાસ હોય છે કે ગામના વિકાસનાં આ તમામ કામો માટે સરકારી યોજનાઓનો તેઓ મહત્તમ લાભ લે.
મહારાષ્ટ્ર પાર્કનું બોર્ડ

ઇમેજ સ્રોત, UMARFARUK KHANUSIYA

ઇમેજ કૅપ્શન, આ ગામને પાંચ ઍવૉર્ડ પણ મળી ચૂક્યા છે. જેમાં સરપંચને 29 લાખનાં ઇનામો મળેલા હતાં. જે તેમણે ગામની પંચાયતમાં જમા કરાવી ગામના કામ માટે સમર્પિત કર્યા છે.
ગુજરાત પાર્કનું બોર્ડ

ઇમેજ સ્રોત, UMARFARUK KHANUSIYA

ઇમેજ કૅપ્શન, મજાની વાત એ છે કે આ 50-60 લોકોની ટીમનું નામ ‘108’ રાખવામાં આવ્યું છે. સરપંચ હસતા હસતા કહે છે કે તેમનું વ્હૉટ્સ ઍપ ગ્રુપ પણ ‘વીરપુર 108’ના નામથી ચાલે છે.