આ દૃષ્ટિહીન યુવતીઓ બની છે પ્રેરણાસ્ત્રોત

જાણો કઈ રીતે આ દૃષ્ટિહીન યુવતીઓ જૂડોની મદદથી પ્રેરણા આપી રહી છે.

જૂડો રમતી બે નેત્રહીન યુવતીઓ અને બાજુમાં બે રેફરી

ઇમેજ સ્રોત, ARKO DATTO / NOOR / SIGHTSAVERS

ઇમેજ કૅપ્શન, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં નેત્રહીન મહિલાઓ માટે તેમનું અંધત્વ શોષણનું જોખમ વધારી દે છે. હવે આવી યુવતીઓ જૂડો શીખીને સ્વબચાવની તાલીમ લઈ એક નવો નમૂનારૂપ અધ્યાય લખી રહી છે.
જૂડો જોવા આવેલી નેત્રહીન યુવતીઓ

ઇમેજ સ્રોત, ARKO DATTO / NOOR / SIGHTSAVERS

ઇમેજ કૅપ્શન, શોષણની આશંકાએ આ નેત્રહીન યુવતીઓ માટે ઘરની બહાર નીકળવાનું પણ મુશ્કેલ બની જાય છે.
જૂડો રમતી નેત્રહીન યુવતીઓને ઉત્સાહ વધારતી અન્ય યુવતીઓ અને મહિલા

ઇમેજ સ્રોત, ARKO DATTO / NOOR / SIGHTSAVERS

ઇમેજ કૅપ્શન, સુદામા નામનાં નેત્રહીન યુવતી 2014માં જૂડો શીખ્યા બાદ અત્યાર સુધી દિલ્હી, ગુરુગ્રામ (ગુડગાંવ), લખનૌ અને ગોવા જેવા શહેરોમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યાં છે.
જૂડો રમતી બે નેત્રહીન યુવતીઓ

ઇમેજ સ્રોત, ARKO DATTO / NOOR / SIGHTSAVERS

ઇમેજ કૅપ્શન, તો 20 વર્ષીય જાનકીએ રાષ્ટ્રીય નેત્રહીન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બિલ્ડિંગની બહારથી બારીમાંથી અંદર જોતી યુવતી

ઇમેજ સ્રોત, ARKO DATTO / NOOR / SIGHTSAVERS

ઇમેજ કૅપ્શન, જાનકીને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નેત્રહીન જૂડો સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યાં છે.
નેત્રહીન યુવતી સાથે વાત કરતા વ્યક્તિ

ઇમેજ સ્રોત, ARKO DATTO / NOOR / SIGHTSAVERS

ઇમેજ કૅપ્શન, પરંતુ પરિવાર માટે જાનકીને તુર્કી મોકલવું સરળ નથી.
લપસણી પર નેત્રહીન યુવતીઓ

ઇમેજ સ્રોત, ARKO DATTO / NOOR / SIGHTSAVERS

ઇમેજ કૅપ્શન, અન્ય ઘણી નેત્રહીન પ્રતિભાઓની જેમ જાનકી સામે પણ આર્થિક સંકટ છે, જે તુર્કીની ઉડાન અટકાવી શકે છે.